મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

બજેટ સત્ર પછી મોદી કેબિનેટનું વિસ્તરણ અને ફેરફાર

લોકસભા ચૂંટણીને ધ્યાનમાં લઇને કેટલાક મંત્રીઓને ભાજપ સંગઠનમાં કામ સોંપાશે

નવી દિલ્હી તા. ૮ : બજેટ સત્રનો બીજો તબક્કો પૂરો થયા પછી નરેન્દ્ર મોદી સરકારમાં ફેરફાર થશે અને વિસ્તરણ થશે તેમ મનાય છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી હોવાથી ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે કેટલાક મંત્રીઓને સંગઠનમાં મોકલવામાં આવે તેવી શકયતા છે.

 

મોદી કેબિનેટમાંથી કેટલાક મંત્રીઓને ભાજપમાં સંગઠનની જવાબદારી સોંપવામાં આવશે. ખાસ કરીને ભાજપની સ્થિતિ નબળી જણાય છે તેવા રાજયોમાં અસરકારક નેતાને કામગીરી સોંપવામાં આવશે.

ભાજપના એક સીનિયર નેતાએ કહ્યું હતું કે ચૂંટણીને એક વર્ષની વાર છે ત્યારે કેબિનેટમાં અને સંગઠનમાં ફેરફાર સ્વાભાવિક છે. અંતિમ નિર્ણય વડાપ્રધાન પોતે જ કરશે.

ટીડીપી એનડીએ સાથે છેડો ફાડશે તેવા અહેવાલો છે. તેના બે મંત્રી-અશોક ગજપતિ રાજુ અને વાય.એસ. ચૌધરીએ રાજીનામા આપવાની ધમકી આપી છે. શિવસેના પણ છેડો ફાડશે અને તેણે લોકસભા ચૂંટણી અલગથી જ લડવાની જાહેરાત કરી દીધી છે. તેના મંત્રી પણ કેબિનેટમાંથી ગમે ત્યારે રાજીનામું આપી શકે છે. આ પરિબળોને પણ ધ્યાનમાં લઈને કેબિનેટ વિસ્તરણ કે ફેરફાર કરાશે.(૨૧.૬)

(10:02 am IST)