મુખ્ય સમાચાર
News of Wednesday, 8th February 2023

અદાણી ગ્રૂપ પર ચાલતા વિવાદ વચ્ચે ફ્રાન્સની ટોટલ એનર્જીએ ગ્રૂપના $50 બિલિયનના હાઈડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું ટાળ્યું

સીઈઓ પોયને કહ્યું કે જ્યાં સુધી હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર અદાણી જૂથ તરફથી સ્પષ્ટતા કરવામાં આવશે નહીં ત્યાં સુધી હાઈડ્રોજન પ્રોજેક્ટને રોકી દેવામાં આવશે.

નવી દિલ્હી  અદાણી ગ્રૂપ પર ચાલી રહેલા વિવાદ વચ્ચે ફ્રાન્સની ટોટલ એનર્જીએ ગ્રૂપના $50 બિલિયનના હાઈડ્રોજન પ્રોજેક્ટમાં રોકાણ કરવાનો ઈરાદો ટાળ્યો છે

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ કંપનીના સીઈઓ પેટ્રિક પોયને ટાંકીને કહ્યું છે કે અદાણી જૂથ પર લાગેલા આરોપોને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ગયા વર્ષે જૂનમાં ફ્રાન્સની આ ઓઇલ અને એનર્જી કંપનીને અદાણી જૂથના હાઇડ્રોજન પ્રોજેક્ટમાં 25 ટકા હિસ્સો આપવાની જાહેરાત કરવામાં આવી હતી.જોકે ટોટલ એનર્જીએ હજુ સુધી આને લગતા કોઈ કરાર પર હસ્તાક્ષર કર્યા નથી.

સીઈઓ પોયને કહ્યું છે કે જ્યાં સુધી હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર અદાણી જૂથ તરફથી સ્પષ્ટતા કરવામાં આવશે નહીં ત્યાં સુધી હાઈડ્રોજન પ્રોજેક્ટને રોકી દેવામાં આવશે.

આ ફ્રેન્ચ કંપની ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપ માટે સૌથી મોટા વિદેશી રોકાણકારોમાંની એક છે.તે પહેલાથી જ અદાણી ગ્રુપના રિન્યુએબલ એનર્જી વેન્ચર, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અદાણી ટોટલ ગેસ લિમિટેડ, શહેરની ગેસ ડિલિવરી કંપનીમાં રોકાણ ધરાવે છે.

અદાણી ગ્રુપ 10 વર્ષમાં હાઇડ્રોજન પ્રોજેક્ટમાં $50 બિલિયનનું રોકાણ કરવાની યોજના ધરાવે છે.તેનું લક્ષ્ય છે કે 2030 પહેલા તેનું પ્રારંભિક ઉત્પાદન 1 મિલિયન ટન હોવું જોઈએ.

(12:50 am IST)