મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

PPF ખાતા સામાન્યમાં બદલવાની તૈયારીઃ કર છુટના લાભવાળી ૧૦ ટોચની બચત યોજનાઓમાં થશે ફેરફારો

૨૦૧૮- ૧૯ના બજેટમાં પીપીએફ એકટને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ

નવી દિલ્હી તા.૯ : નાણામંત્રી અરૂણ જેટલીએ નાણાકીય વર્ષ-ર૦૧૮-૧૯ના રજુ કરેલા બજેટના પ્રસ્તાવમાં પ્રોવિડન્ડ ફંડ એકટને સમાપ્ત કરવાની જોગવાઇ હોવાનું જાણવા મળે છે. નિષ્ણાંતોનું માનીએ તો આ પગલાથી આમ જનતાને મોટો આંચકો લાગી શકે તેમ છે.

નાણા ખરડો ર૦૧૮માં સરકારના બચત પ્રમાણપત્ર અધિનિયમ ૧૯પ૯ અને પીપીએફ એકટ ૧૯૬૮ને સમાપ્ત કરવાની જોગવાઇ છે. આ અધિનિયમ સાથે જોડાયેલી બચત યોજનાઓને સરકારી સેવિંગ બેંક એકટ ૧૮૭૩માં સામેલ કરી દેવામાં આવશે.

સરકારે જો કે સ્પષ્ટતા કરી છે કે નાણા ખરડામાં પીપીએફ એકટને સમાપ્ત જોગવાઇથી અગાઉ આ બચત યોજનાઓમાં કરવામાં આવેલા રોકાણ પર કોઇ પરેશાની નહી આવે. સાથોસાથ સુકન્યા સમૃધ્ધિ ખાતા, કિશાન વિકાસપત્ર સહિત ૧૦ મુખ્ય બચત યોજનાઓ પણ બચત ખાતામાં તબદીલ થઇ જશે એટલે કે સમગ્ર વ્યાજનો લાભ એવા લોકોને નહી મળે જેઓ નવુ રોકાણ કરશે.

(1:06 pm IST)