મુખ્ય સમાચાર
News of Wednesday, 7th December 2022

ઉત્તરાખંડ બોર્ડર પર કાલી નદીના કિનારે પથ્થરમારા બાદ ભારત એલર્ટ :બંને દેશની થશે હાઈ લેવલ બેઠક

પિથૌરાગઢ જિલ્લાના ધારચૂલામાં કાલી નદીના કિનારે બે જગ્યાએ બંધ બાંધવાનું કામ ચાલતું હતું :મજૂરો પર નેપાળના લોકોએ પથ્થરમારો કર્યો

નવી દિલ્હી :ભારત-નેપાળ બોર્ડર પર કાલી નદીના કિનારે બંધનું કામ કરી રહેલા મજૂરો પર નેપાલના રહેવાસીઓ કરેલા પથ્થરમારોનો મામલો જલદી શાંત પડે એવું લાગતું નથી. આ મુદ્દે બંને દેશના અધિકારીઓની એક હાઈ લેવલ પર બેઠક થવાની છે.

 ઉત્તરાખંડમાં પિથૌરાગઢ જિલ્લાના ધારચૂલામાં કાલી નદીના કિનારે બે જગ્યાએ બંધ બાંધવાનું કામ ચાલી રહ્યું છે. અહીં મજૂરો પર રવિવારે નેપાળના લોકોએ પથ્થરમારો કર્યો હતો. ત્યાર બાદથી બોર્ડર પર ટેન્શન વધી ગયું છે. પથ્થમારોએ બાદમાં રવિવારે નેપાલમાં ઝૂલાપુલ બંધ કરી નાખ્યો હતો. ત્યાર બાદ સોમવારે ભારતીય વેપારીઓએ ત્રણ કલાક પુલ ખોલવા દીધો નહોતો, તેને કારણે સીમા પર પરિસ્થિતિ વધુ તણાવજનક બની ગઈ હતી. 

બુધવારે ભારત નેપાળ સમન્વય સમિતિની બેઠકમાં બંધના બાંધકામ કરનારા પર થયેલા પથ્થમારા પર ચર્ચા થશે. પથ્થરમારો કરનારાની ધરપકડની માગણી સાથે સ્થાનિક ધારચૂલાના વેપારીઓએ સરહદ પર પુલ ખોલવા દીધો નહોતો.

(12:24 am IST)