મુખ્ય સમાચાર
News of Friday, 7th October 2022

કેલિફોર્નિયામાં 14 હિન્દુ મહિલાઓ પર જીવલેણ હુમલો કરીને જ્વેલરી લૂંટના મામલે એક વ્યક્તિની ધરપકડ

આરોપીઓનો ટાર્ગેટ માત્ર સાડી પહેરતી સ્ત્રીઓ જ હતી: ગુનાને અંજામ આપ્યા બાદ તે મહિલાઓના ઘરેણા લૂંટી લેતો

અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે કેલિફોર્નિયામાં 14 હિન્દુ મહિલાઓ પર જીવલેણ હુમલો કરીને તેમની જ્વેલરી લૂંટના મામલે એક વ્યક્તિની ધરપકડ કરાઈ છે. આરોપીએ આ ઘટનાઓને લગભગ બે મહિનાના સમયગાળામાં અંજામ આપ્યો છે. આ ઘટનાઓમાં એક વાત તો જે કોમન છે તે છે આરોપીઓનો ટાર્ગેટ માત્ર સાડી પહેરતી સ્ત્રીઓ જ હતી. ગુનાને અંજામ આપ્યા બાદ તે મહિલાઓના ઘરેણા લૂંટી લેતો હતો.

 સાંતા ક્લારા કાઉન્ટી જિલ્લા એટર્ની કાર્યાલયના જણાવ્યા અનુસાર 37 વર્ષીય લાથન જોનસને કથિત રીતે જૂનથી આગળના બે મહિનાની અંદર વૃદ્ધ હિંદુ મહિલાઓને નિશાન બનાવી અને તેમના ગળામાંથી હાર લૂંટી લીધા. પાલો ઓલ્ટો નિવાસી જોનસન ભીડ વાળા વિસ્તારોમાં મહિલાઓને શિકાર બનાવતો હતો. આ લૂંટ દરમિયાન તેણે મહિલાઓ સાથે મારામારી પણ કરી હતી.

આ મહિલાઓનો કરતો ટાર્ગેટ એક રિપોર્ટ અનુસાર લૂંટારાનો ટાર્ગેટ 50થી 73 વર્ષની ઉંમરની સ્ત્રીઓ રહેતી હતી. તે માત્ર સાડી પહેરતી સ્ત્રીઓને ટાર્ગેટ કરતો હતો. જિલ્લા એટર્નીના કાર્યાલયે કહ્યુ કે જ્યારે તેમની પર હુમલો કરવામાં આવ્યો તો લગભગ તમામ પીડિતોએ સાડી, ચાંદલો, કે અન્ય પ્રકારનો ભારતીય પોશાક પહેરેલો હતો. જૂનમાં શરૂ થયેલી મોટા ભાગની ઘટનાઓ સેન જોસ, મિલપિટાસ, સનીવેલ અને સાંતા ક્લારામાં થઈ.

(1:12 am IST)