મુખ્ય સમાચાર
News of Monday, 8th August 2022

PM નરેન્દ્રભાઈ મોદીનાં ટ્વિટે કરોડો લોકોના દિલ જીતી લીધા : એક ખેલાડી નિરાશ થતાં ટ્વિટ કરી સાંત્વના આપી

કોમનવેલ્થ ગેમ્સમાં કુશ્તીમાં પૂજા ગહલોત ગોલ્ડ મેડલ જીતવામાં નિષ્ફળ જતાં દેશવાસીઓ પાસેથી માફી માગતું પીએમ મોદીએ ટ્વિટ કર્યું

નવી દિલ્લી તા.08 : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દમ દેખાડી રહ્યા છે. દેશવાસીઓ ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ છે. પરંતુ આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક ટ્વિટ કર્યું છે. જેને  દેશી સહિત દુનિયાભરનાં લોકોના દિલ જીતી લીધું છે. મળતી માહિતી મુજબ, કોમનવેલ્થ ગેમ્સમાં કુશ્તીમાં પૂજા ગહલોત ગોલ્ડ મેડલ મેળવવામાં નિષ્ફળ રહી હતી અને કાંસ્ય પદક મેળવ્યું હતું. જેને લઈ દેશવાસીઓ પાસેથી માફી માગતા પીએમ મોદીએ ટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર ધીરજ અપાવી હતી.

ભારત જ નહીં પણ બહારના દેશોમાં પણ સોશિયલ મીડિયા યુઝર્સ પીએમ મોદીના વખાણ કરતા થાકતા નથી. આ જ ક્રમમાં પાકિસ્તાનના એક પત્રકારે પણ પીએમ મોદીના વખાણ કરતા પોતાના દેશના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો.

હકીકતમાં જોઈએ તો, ગોલ્ડ મેડલ ન લાવી શકતા નિરાશ થયેલી પૂજાના વખાણ કરતા પીએમ મોદીએ લખ્યું હતું કે, પૂજા આપે મેડલ લાવ્યો તે માફી નહીં પણ જશ્નના હકદાર છો. આપના જીવનની યાત્રા અમને પ્રેરણા આપે છે. આપની સફળતા અમને ખુશીઓ આપે છે. આપના ભવિષ્યમાં હજૂ પણ મોટી સફળતાઓ મળશે. આવી જ રીતે ચમકતા રહો. પીએમ મોદીનું આ ટ્વિટ થોડી વારમાં જ વાયરલ થવા લાગ્યું હતું.

આ અગાઉ મહિલા ફ્રીસ્ટાઈલ કુશ્તીમાં બ્રોન્ઝ જીતવા પર પૂજાએ કહ્યું હતું કે, હું દેશવાસીઓ પાસે માફી માગુ છું. મારી ઈચ્છા હતી કે, અહીં રાષ્ટ્રગાન વાગે. પણ હું મારી ભૂલોમાંથી શિખીશ અને તેના પર કામ કરીશ.

પીએમ મોદીએ પૂજાના વખાણ કરતા તેમને ધીરજ અપાવી હતી, તેમના આ ટ્વિટને પત્રકાર શિરાજ હસનની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, આવી રીતે ભારત પોતાના એથલિટોને પ્રોજેક્ટ કરે છે. પૂજા ગહલોતે કાંસ્ય જીત્યો અને દુ:ખ વ્યક્ત કર્યું કારણ કે, તે ગોલ્ડ મેડલ જીતી શકી નહી અને પીએમ મોદીએ તેમને જવાબ આપ્યો. ક્યારેય પાકિસ્તાનના પીએમ અથવા રાષ્ટ્રપતિએ આવો મેસેજ આપ્યો છે ? તેમને એ પણ ખબર છે કે, પાકિસ્તાની એથલિટ મેડલ જીતી રહ્યા છે ?

એક યુઝર્સે તો લખ્યું છે કે, આ જ કારણ છે કે મોદી બેસ્ટ છે. ગૌતમ આનંદ નામના યુઝર્સે ટ્વિટર પર લખ્યું છે, જ્યારે પીએમ ખુદ આપને પ્રેરિત અને પ્રોત્સાહિત કરે છે. સમ્માન. અમને તમારા પર ગર્વ છે પૂજા ગહલોત.

(7:12 pm IST)