News of Monday, 8th August 2022
મીઠાઇ ૨૫,૦૦૦ રૂપિયા કિલો
આગ્રા,તા. ૮ : આગરામાં રક્ષાબંધનના ફેસ્ટિવલ પહેલાં ઘેવરની અનેક પ્રકારની વરાઇટી મીઠાઈ ખાવાનું પસંદ કરનાર લોકોને આકર્ષી રહી છે. જોકે આ વખતે ગોલ્ડન ઘેવરની ખૂબ ચર્ચા છે, કેમ કે એ ૨૫,૦૦૦ રૂપિયા કિલો છે. એની ખાસ વાત એ છે કે એના પર ૨૪ કેરેટ સોનાનો વરખ છે. આ ગોલ્ડન ઘેવર બ્રજ રસાયણ મિષ્ટાન્ન ભંડારે બનાવ્યું છે. આ ઘેવરમાં સોનાના વરખ સિવાય પિસ્તા, બદામ, પીનટ્સ, અખરોટ સહિત અનેક ડ્રાયફ્રૂટ્સ છે. એ સિવાય એના પર આઇસક્રીમ ફલેવરની મલાઈ પણ છે.
(10:35 am IST)