મુખ્ય સમાચાર
News of Monday, 8th March 2021

આલ્કોહોલના દુરૂપયોગથી નજરમાં ધુંધળાશ, સ્નાયુઓના તાલમેલમાં ફેરફાર એક અભ્યાસ

નવી દિલ્હી : આલ્કોહોલના દુરૂપયોગથી નજર ધુંધળાશ, માંસપેશીઓના તાલમેલમાં માનસિક સ્થિતિમાં ફેરફાર થાય છે. ભારતીય વૈજ્ઞાનિકોએ લાલ રકત કોશિકાઓના હાઇ રઇઝોલ્યુશન માપ દ્વારા તેના પર આલ્કોહોલની લાંબા ગાળાની અસર ભાળ મેળવવા એક પ્લેટફોર્મ બનાવ્યું છે. રમણ રિસર્ચ ઇન્સ્ટીટયુટ (આર.આર.આઇ)ના વૈજ્ઞાનિકો દ્વારા કરાયેલા આ શોધમાં હાઇ રઇઝોલ્યુશન પલેટફોર્મ આલ્કોહોલની અસર આરબીસીના આકારમાં કમીને દર્શાવે છે, તે વિભીન્ન પરિસ્થિતિઓમાં આરબીસીની સંખ્યા, આકારમાં ફેરફાર કરે છે. આને પોઇન્ટ ઓફ કેર તપાસ માટે અનુકુળ બનાવી શકાય છે.

જોક ે એ તો પહેલાથી જ ખબર છે કે આલ્કોહોલ આરબીસીએ અસર કરે છે પણ સચોટતા પુર્વક શારીરીક ફેરફારોને માપવા બહુ અઘરા છે. આ પડકારને હલ કરવા ભારત સરકાર દ્વારા ગ્રાન્ટેડ આરઆરઆઇના વૈજ્ઞાનિકોએ પ્રોફેસર ગૌતમ સોનીના નેતૃત્વમાં ઇલેકટ્રો-ફલ્યુએડીક પ્લેટફોર્મ વિકસીત  કર્યુ છે. જે પરિષ્કૃત રીઝોલ્યુશન દ્વારા કોશિકાના આકારને માપીને ફેરફારની જાણ કરે છે.

પ્રોફેસર ગૌતમ સોની અનુસાર, આર.આર.આઇ.માં બનેલ આ ઉપકરણ રેઝીસ્ટીવ પલ્સ સેન્સીંગ સિધ્ધાંત પર આધારીત છે. આ રિસર્ચ હાલમાં જ અમેરિકન કેમીકલ સોસાયટીના એસીએસ સેન્સર્સ જનરલમાં પ્રકાશીત થયું છે.

(3:15 pm IST)