મુખ્ય સમાચાર
News of Wednesday, 8th February 2023

પીએમના ભાષણ પર રાહુલ ગાંધીએ પલટવાર કર્યો: કહ્યુ-અદાણી અને શેલ કંપનીઓ વિશે કઇ બોલ્યા નથી

સંસદમાં વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની પર નિશાન સાધ્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ હતુ કે કાલે કેટલાક લોકો ઉછળી રહ્યા હતા

નવી દિલ્હી :સંસદમાં વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની પર નિશાન સાધ્યુ હતુ.પીએમએ કહ્યુ હતુ કે કાલે કેટલાક લોકો ઉછળી રહ્યા હતા. રાષ્ટ્રપતિના અભિભાષણ પર કોઇને એતરાજ નથી. હવે વડાપ્રધાનના ભાષણ પર કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પલટવાર કર્યો છે

રાહુલ ગાંધીએ કહ્યુ કે, “અદાણી અને શેલ કંપનીઓ વિશે પીએમ મોદી કઇ પણ બોલ્યા નથી. તે અદાણીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.”

વડાપ્રધાન  મોદીએ લોકસભામાં ભાષણ આપતા કોંગ્રેસ પાર્ટી અને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. ભાષણ દરમિયાન રાહુલ ગાંધીના ગેરહાજર રહેવા પર પણ પીએમ મોદીએ કટાક્ષ કર્યો હતો અને કહ્યુ કે કાલે કેટલાક લોકો ઘણા ખુશ થઇ ગયા હતા, સારી ઉંઘ આવી હશે અને આજે સવારે ઉઠી જ નહી શક્યા હોય.

 આ દરમિયાન પીએમ મોદીએ કહ્યુ કે કોંગ્રેસને હાવર્ડની ઘણી યાદ આવે છે. કહેવામાં આવ્યુ કે ભારતની બરબાદી પર યૂનિવર્સિટીમાં રિસર્ચ થઇ છે. મને વિશ્વાસ છે કે કોંગ્રેસની બરબાદી પર હજુ પણ મોટી યૂનિવર્સિટીમાં રિસર્ચ થવાનું જ છે.

 

પીએમ મોદીએ કહ્યુ કે ગત શતાબ્દીના ઉતરાર્ધમાં હું પણ જમ્મુ કાશ્મીરમાં યાત્રા લઇને ચાલ્યો હતો, ત્યારે આતંકવાદીઓએ પોસ્ટર લગાવ્યા હતા કે હિમ્મત હોય તો અહી આવીને તિરંગો લહેરાવો. મે ત્યારે જમ્મુમાં ભારે સભામાં કહ્યુ હતુ કે આતંકવાદી કાન ખોલીને સાંભઈ લે, 26 જાન્યુઆરીએ 11 વાગ્યે હું લાલ ચોક પહોચીશ, નિર્ણય લાલ ચોકમાં થશે, કોઇને પોતાની માતાનું દૂધ પીધુ છે

(8:35 pm IST)