મુખ્ય સમાચાર
News of Saturday, 7th November 2020

દિવાળી તહેવારમાં સસ્તુ સોનુ ખરીદવાની તક: પ્રતિ ગ્રામ રૂ .5,177 :સોમવારથી સોવરેન ગોલ્ડ બોન્ડની 8મી શ્રેણી

13 નવેમ્બર સુધી રોકાણ કરી શકાય: ડીઝીટલ ચુકવણી કરનારને પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે

નવી દિલ્હી : ધનતેરસ પર સોનુ ખરીદવુ એ શુભ માનવામાં આવે છે, અને દિવાળી પહેલા આ પ્રસંગે સસ્તુ સોનુ ખરીદવાની તક મળી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ, સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનાના, આઠમા હપ્તાની રજૂઆત અંગે માહિત આપી છે.

 આરબીઆઈના જણાવ્યા મુજબ સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમની VIII મી સિરીઝ, 9 નવેમ્બરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. જેમાં 13 નવેમ્બર સુધી રોકાણ કરી શકાય છે. આ ગોલ્ડ બોન્ડ માટે સોનાની કિંમત પ્રતિ ગ્રામ 5,177 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો કે, ડિજિટલ માધ્યમ દ્વારા ચુકવણી કરનારાઓને, પણ પ્રતિ ગ્રામ 50 રૂપિયાની છૂટ મળશે.

રિઝર્વ બેંકે જણાવ્યું છે કે. 'સોનાના બોન્ડ્સ માટે, ભારતીય બુલિયન એંજ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (આઈબીજેએ) દ્વારા, 999 શુદ્ધતાના સોનાના પ્રકાશિત સરેરાશ બંધ ભાવ પર આધારિત છે, આ બોન્ડ્સ, 8 વર્ષના સમયગાળા માટે બહાર પાડવામાં આવે છે. તેમાં પાંચ વર્ષ પછી બહાર નીકળવાનો વિકલ્પ પણ છે. અરજીઓ ઓછામાં ઓછી એક ગ્રામ અને તેના ગુણાકારમાં આપવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક વ્યક્તિગત રોકાણકાર ઓછામાં ઓછા એક ગ્રામ, અને વધુમાં વધુ 4 કિલો માટે સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકે છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષમાં, હિન્દુ અવિભાજિત પરિવાર માટે, ચાર કિલો અને ટ્રસ્ટ માટે 20 કિગ્રા સુધીના રોકાણની મંજૂરી છે.

(7:33 pm IST)