News of Friday, 7th October 2022
રાહુલે હાથ પકડતા જ ૭પ વર્ષીય સિધ્ધારમૈયા જોશથી દોડયા
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. આ યાત્રાના ર૯મા દિવસે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિધ્ધારમૈયાનો હાથ પકડીને દોડતા રાહુલ નજરે પડયા હતાં. સોશ્યલ મિડીયામાં આ વિડીયો ખુબ જ વાયરલ થયેલ. વિડીયોમાં ૭પ વર્ષીય સિધ્ધારમૈયા પુરા જોશથી રાહુલ સાથે ખંભે-ખંભો મીલાવી દોડતા નજરે પડી રહ્યા છે.
(1:31 pm IST)