મુખ્ય સમાચાર
News of Saturday, 7th August 2021

સોશ્યલ મીડિયા બેલગામ ઘોડો, તો બેલગામ પ્રદેશ શા માટે? :કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલ

યોગી આદિત્ય નાથે સોશ્યલ મીડિયાને બેલગામ ઘોડા રૂપે વર્ણવતા કપિલ સિબ્બલે ટિવટ કરીને સામે પ્રશ્ન ઉઠાવ્યો

નવી દિલ્હી :  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્ય નાથે સોશ્યલ મીડિયાને બેલગામ ઘોડા રૂપે વર્ણવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે ટિવટ કરીને સામે પ્રશ્ન ઉઠાવ્યો છે.

સિબ્બલે પૂછયું છે કે યોગી આદિત્યનાથજીએ સોશ્યલ મીડિયા બેલગામ ઘોડો હોવાનું જણાવ્યું છે. એના પર અંકુશ રાખવા માટે એમણે ટ્રેનિંગ અને તૈયારી કરવા માટે જણાવ્યું છે. યોગીજી મારાં એક પ્રશ્નનો જવાબ પણ આપે કે દેશમાં ક્યું રાજ્ય બેલગામ પ્રદેશ છે. આ માટે પોતાના કાર્યકરોને પ્રશિક્ષિત કરવામાં આવે અને એના પર લગામ કસવાની તૈયારીઓ કરાય.

મૂળ વાત એવી થઇ કે લખનૈામાં સોશ્યલ મીડિયા વર્કશોપનું આયોજન થયું હતું. મુખ્યમંત્રી યોગીએ વર્કશોપમાં ભાજપના આઇટી સેલના કાર્યકરો અને અધિકારીઓ સાથે વાત કરતા એમને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તેઓ સાવધાન નહિ રહે તો તેઓ મીડિયા ટ્રાયલનો ભોગ બની શકે છે.

 પ્રિન્ટ અને ટેલિવિઝન મીડિયાના માલિકો છે, પરંતુ સોશ્યલ મીડિયા પાસે નાતો મા છે, ના બાપ. આથી આપણે આ નિરંકુશ ઘોડાન નિયંત્રિત કરવા માટે એ પ્રકારની તૈયારી અને પ્રશિક્ષણની જરૂર છે. યોગી આદિત્યનાથે પેગાસસ જાસૂસ કાંડ વિવાદને ટાંકતા પક્ષના આઇટી સેલના કાર્યકર્તાઓને ચેતવતા જણાવ્યું હતું કે સોશ્યલ મીડિયા પર જવાબ તૈયાર રાખો અને કોઇ મુહૂર્તની રાહ જોશો નહિ.

(1:12 am IST)