મુખ્ય સમાચાર
News of Saturday, 7th August 2021

રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ : રીકવરી માટે જરૂરી પ્રક્રિયા ચાલુ

હું તમારી સાથે જોડાયેલ રહીશ અને લોકો માટે મારો અવાજ ઉંચો રાખીશ અને તેમની લડાઈ લડતો રહીશ. જય હિન્દ.: પાર્ટીનું ટ્વીટ

નવી દિલ્હી :  કોંગ્રેસે કહ્યું કે રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તેની રીકવરી કરવા માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવી રહ્યું છે. પાર્ટીએ ટ્વિટ કર્યું કે ત્યાં સુધી તેઓ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા જોડાયેલા રહેશે અને આપણા લોકો માટે અવાજ ઉઠાવશે અને તેમના માટે લડશે.

કોંગ્રેસે તેના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું હતું કે, 'રાહુલ ગાંધીનું એકાઉન્ટ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે અને તેની રીકવરી માટે જરૂરી પ્રક્રિયા ચાલી રહી છે.' હું તમારી સાથે જોડાયેલ રહીશ અને લોકો માટે મારો અવાજ ઉંચો રાખીશ અને તેમની લડાઈ લડતો રહીશ. જય હિન્દ.

(10:21 pm IST)