પંજાબના મોહાલીમાં ધોળા દિવસે અકાલી દળના યુવા નેતાની ગોળી મારીને હત્યા: બે હુમલાખોરોએ ઘટનાને અંજામ આપ્યો
અકાલી નેતા વિક્કી મીટ્ટુ ખેડા પર 10થી 12 રાઉન્ડ ફાયરીંગ : હત્યાકાંડને કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ:પોલીસે ઘટનાસ્થળે પહોંચી: ઘટના સીસીટીવીમાં કેદ
ચંદીગઢને અડીને આવેલા પંજાબના મોહાલીમાં ધોળા દિવસે અકાલી દળના યુવા નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બે બદમાશોએ આ હત્યાને અંજામ આપ્યો છે.
માર્યા ગયેલા અકાલી નેતાની ઓળખ વિક્કી મીટ્ટુ ખેડા તરીકે થઈ છે. વિક્કી મીટ્ટુ ખેડા યુવા અકાલી દળના નેતા હતા. બદમાશો અકાલી નેતાની જાહેરમાં હત્યા કરીને સ્થળ પરથી ભાગી જવામાં સફળ રહ્યા છે. આ સાથે આ હત્યાકાંડને કારણે વિસ્તારમાં ભયનું વાતાવરણ છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
અકાલી નેતાનો મૃતદેહ પોલીસે કસ્ટડીમાં લીધો છે. કહેવાય છે કે, બદમાશોએ નેતા વિક્કી ખેડા પર 10થી 12 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આમાંથી ઘણી ગોળીઓ વિક્કીને લાગી હતી. વિકી ખેડાને આટલી બધી ગોળીઓ વાગતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકાલી નેતા વિક્કી તેમની ફોર્ચ્યુનર કારમાં એક પ્રોપર્ટી ડીલરને મળવા આવ્યા હતા. આ દરમિયાન અચાનક બદમાશોએ તેના પર ગોળીબાર કર્યો હતો.