મુખ્ય સમાચાર
News of Saturday, 7th August 2021

મેડલ નહીં મળતાં ઘોડાને મારનારા કોચને હાંકી કઢાયા

ઓલિમ્પિકમાં મેડલ ન મળતાં કોચનું અમાનવિય વર્તન : જર્મન પ્લેયરનો સેન્ટ બોય નામનો ઘોડો યોગ્ય રીતે જમ્પ કરી ન શકતા સ્પર્ધક ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ

ટોક્યો, તા. : ટોકિયો ઓલિમ્પિકમાં મેડલ મેળવવા માટે અલગ અલગ દેશોના ખેલાડીઓ અ્ને તેમના કોચ તમામ તાકાત લગાવી રહ્યા છે.

જોકે ઘોડેસવારીની ઈવેન્ટમાં જર્મનીના એક કોચે મેડલ નહીં મળ્યા બાદ ઘોડાને માર માર્યો હતો અને હવે કોચને ટોકિયો ઓલિમ્પિકમાંથી બહારનો રસ્તો દેખાડી દેવામાં આવ્યો છે.

ઘોડેસવારીના મોર્ડન પેન્ટાથ્લોન સ્પર્ધામાં જર્મન પ્લેયરનો સેન્ટ બોય નામનો ઘોડો યોગ્ય રીતે જમ્પ કરી શક્યો નહોતો.જેના કારણે જર્મન સ્પર્ધક અન્નિકા સ્લેઉ ગોલ્ડ મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી . પછી કોચ કિમ રેસ્નરે ઘોડા પર ગુસ્સો કાઢ્યો હતો અને તેના પર પ્રહારો કર્યા હતા.

જોકે કોચની વર્તણૂંકના ટીવી ફૂજેટ વાયરલ થયા બાદ નિયમોના ઉલ્લંઘન બદલ ટોકિયો ઓલિમ્પિકમાંથી તેને હાંકી કાઢવાનો નિર્ણય લેવાયો છે. પ્રતિબંધ ટોકિયો ઓલિમ્પિક સુધી હશે.જેની રવિવારે સમાપ્તિ થઈ રહી છે.

(8:51 pm IST)