મુખ્ય સમાચાર
News of Saturday, 7th August 2021

કોવિદ -19 પ્રતિકારક વેક્સીન ન લીધી હોય તેવી વ્યક્તિઓને દુકાનો સહિતના સ્થળોએ પ્રવેશ ઉપર પ્રતિબંધ : કેરળ સરકારે 4 ઓગસ્ટના રોજ બહાર પડેલા જાહેરનામા વિરુદ્ધ હાઇકોર્ટમાં પિટિશન

કેરળ : કેરળ સરકારે 4 ઓગસ્ટના રોજ જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં જણાવાયા મુજબ કોવિદ -19 પ્રતિકારક વેક્સીન ન લીધી હોય તેવી વ્યક્તિઓને દુકાનો સહિતના સ્થળોએ પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્યના નાગરિકો પૈકી જેઓએ કોવિદ -19 પ્રતિકારક વેક્સીનનો એક ડોઝ પણ નહીં લીધો હોય તેઓ માટે ઉપરોક્ત પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ પ્રતિબંધ વિરુદ્ધ એક નાગરિકે હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરી છે. જેમાં જણાવ્યા મુજબ પોતે એકલો છે. અને દવાની એલર્જી ધરાવે છે.તેથી કોઈપણ જાતની દવા લેતા પહેલા તેનું એલર્જિક રિએક્શન નહીં આવે તે માટે ડોક્ટર પાસે તેનો ટેસ્ટ ડોઝ લેવો જરૂરી છે.પોતે વેક્સીન લેવા ગયો ત્યારે એવો ટેસ્ટ ડોઝ આપ્યા બાદ વેક્સીન આપવાનું જણાવતા ઇન્કાર કરાયો હતો.જેના કારણમાં જણાવાયું હતું કે અમને આવો ટેસ્ટ કરીને પછી વેક્સીન આપવાની રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની સૂચના નથી.તેથી પોતે વેક્સિનનો ડોઝ લઇ શક્યો નથી.

પિટિશનમાં વધુમાં જણાવ્યા મુજબ રાજ્યમાં 50 ટકા જેટલા નાગરિકોએ વેક્સીન લેવાની બાકી છે.આ સંજોગોમાં આવો પ્રતિબંધ મૂકી શકાય નહીં .ઉપરાંત આવો આદેશ ભારતના બંધારણની કલમ 14,19 તથા 21
વિરુદ્ધનો છે.તેમ જણાવ્યું હતું.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(7:51 pm IST)