મુખ્ય સમાચાર
News of Saturday, 7th August 2021

દેશમાં લગ્ન અને છૂટાછેડાના કાયદામાં ફેરફાર કરવાનો સમય પાકી ગયો છે : તમામ નાગરિક માટે સમાન અને ધર્મ નિરપેક્ષ કાયદો હોવો જોઈએ : કેરાલા હાઇકોર્ટ

કેરળ : કેરાલા હાઇકોર્ટે જણાવ્યું છે કે દેશમાં લગ્ન અને છૂટાછેડાના કાયદામાં ફેરફાર કરવાનો સમય પાકી ગયો છે . જે મુજબ તમામ નાગરિક માટે સમાન અને ધર્મ નિરપેક્ષ કાયદો હોવો જોઈએ .

હાઇકોર્ટમાં આવેલા એક કેસમાં પરણિત સ્ત્રીએ તેની ઈચ્છા વિરુદ્ધ ફરજીયાત સેક્સ માણતા પતિથી છૂટાછેડા માગ્યા હતા. તે બાબતને બળાત્કાર નહીં પણ છૂટાછેડાનું સચોટ કારણ આપી મહિલાએ માંગેલા છટાછેડાં મંજુર કરતો સીમાચિહ્નરૂપ ચુકાદો આપતી વખતે કોર્ટની ખંડપીઠે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી તથા જણાવ્યું હતું કે દેશમાં લગ્ન અને છૂટાછેડાના કાયદામાં ફેરફાર કરવાનો સમય પાકી ગયો છે .

નામદાર કોર્ટે ઉમેર્યું હતું કે ભારતના બંધારણ મુજબ દરેક નાગરિકને પોતાની પસંદગીનો ધર્મ પાળવાની છૂટ છે. પરંતુ દરેક ધર્મોમાં લગ્ન અને છૂટાછેડાના કાયદા સમાન નથી.તેથી પ્રશ્નો ઉભા થાય છે.આથી તમામ નાગરિક માટે સમાન અને ધર્મ નિરપેક્ષ કાયદો હોવો જોઈએ તેમ જણાવ્યું હતું.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.  

(11:42 am IST)