મુખ્ય સમાચાર
News of Sunday, 7th March 2021

સંજય લીલા ભણશાળી અને આલિયાની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીનો વિરોધ : પોલીસ દ્વારા લોકોની ધરપકડ

ફિલ્મ કમાઠીપુરાની હાલની અને ભાવિ પેઢિયો માટે અત્યંત નુકસાનકારક

મુંબઈ : સંજય લીલા ભણશાળીની ફિલ્મો અંગે ક્યારેય વિવાદ ન હોય તેવું શક્ય નથી. હવે તાજેતરમાં જ તેમની અને આલિયા ભટ્ટની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડી સામે વિરોધ ચાલી રહ્યો છે. કામઠીપુરાના લોકો મુંબઈમાં આ ફિલ્મનો વિરોધ કરી રહ્યા હતા, જેને હવે પોલીસે કસ્ટડીમાં લીધા છે. કમાઠીપુરા એ મુંબઈનો રેડ લાઇટ વિસ્તાર છે, પરંતુ હવે ત્યાંના યુવાનો આ સ્થળની છબી બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેથી તે માને છે કે આ ફિલ્મથી તેમનું સ્થાન વધુ ખોટું બતાવવામાં આવી રહ્યું છે.

કમાઠીપુરાના વિરોધ કરી રહેલા યુવા નેતાએ કહ્યું કે, “અમારી જગ્યાને શરીફ વસાહતોનો દરજ્જો કેમ નથી મળતો”. હવે કમાઠીપુરાની સારી છબિ બતાવવાની જરૂર છે. પરંતુ હવે મુંબઈ પોલીસે બધાને નાગપાડા પોલીસ સ્ટેશનમાં રાખ્યા છે. બ્રિટિશરોએ તેમના સૈનિકો માટે આ રેડ લાઇટ વિસ્તારને ‘કમ્ફર્ટ ઝોન’ તરીકે તૈયાર કર્યો હતો, પરંતુ આ જગ્યાઓ સેક્સ વર્કર્સ માટે નરક કરતાં કંઇ ઓછી નથી.

સંજય લીલા ભણશાળી દિગ્દર્શિત આલિયા ભટ્ટ સ્ટારર ગંગુબાઈ કાઠિયાવાડીનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંના લોકો માને છે કે ફિલ્મ દ્વારા કમાઠીપુરાના 200 વર્ષ જુના ઇતિહાસને બગાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકો કહે છે કે તે અપમાનજનક છે, શરમજનક છે અને કમાઠીપુરાના રહેવાસીઓની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. કમાઠીપુરાના લોકોએ સામાજિક કલંકને નાબૂદ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે અને આ ફિલ્મ કમાઠીપુરાની હાલની અને ભાવિ પેઢિયો માટે અત્યંત નુકસાનકારક છે, આવી સ્થિતિમાં હવે અહીંના લોકો ફિલ્મનો વિરોધ કરશે અને તેના પર પ્રતિબંધની માંગ પણ કરી શકે છે.

એવું નથી કે પ્રથમ વખત કમાઠીપુરાનો ઉલ્લેખ થયો છે. આ પહેલા આ ક્ષેત્રનો ઉલ્લેખ સરફરોશ ફિલ્મમાં પણ કરવામાં આવ્યો છે. આ સિવાય ટૂંક સમયમાં એક ફિલ્મ ‘ઈન્ડિયા લોકડાઉન’ પણ આવી રહી છે, આ ક્ષેત્રનો પણ તેમાં ઉલ્લેખ કરવામાં આવશે.

(7:00 pm IST)