ડ્રાંઇવિંગ લાયસન્સને હવે આધાર સાથે લિઁક કરવું પડશે
-નકલી લાયસન્સ પર અંકુશ લગાવવા લેવાશે નિર્ણય ; સારથી-4 સોફ્ટવેર પર ડેવલપ કરાઈ છે
નવી દિલ્હી:હવે ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે લિંક કરાવવું પડશે નકલી લાઈસન્સો પર અંકુશ લગાવવા માટે કેન્દ્ર સરકાર આ નિર્ણય લેવાશે આ માટે એક સોફ્ટવેર પણ ડેવલપ કરાઈ રહયું છે જેના દ્વારા ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે લિંક કરાશે સુપ્રીમ કોર્ટમાં આ જાણકારી આપવામાં આવી હતી
માર્ગ સુરક્ષા પર કોર્ટ દ્વારા બનાવાયેલી એક કમિટીએ સુપ્રીમ કોર્ટના જજો જસ્ટિસ મદન બી, લોકુર અને જસ્ટિસ દીપક ગુપ્તાની બેંચે આ જાણકારી આપી હતી આ કમિટીને સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ કે એસ રાધાકૃષ્ણને નિયુક્ત કરી હતી. ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે જોડવાની વાતની પુષ્ટિ માટે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી પાસેથી મળેલી જાણકારીનો હવાલો આપવામાં આવ્યો છે.
કમિટીએ સુપ્રીમ કોર્ટની સામે દાખલ રિપોર્ટમાં જણાવ્યું કે ‘ગત વર્ષે 28 નવેમ્બરે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મિનિસ્ટ્રીના જોઈન્ટ સેક્રેટરી સાથે મુલાકાત કરી હતી જેમાં નકલી લાઈસન્સ પર લગામ લગાવવા સહિત ઘણા મુદ્દા પર ચર્ચા થઈ હતી રિપોર્ટમાં કહેવાયું છે કે, ‘નકલી લાઈસન્સના મુદ્દા પર જોઈન્ટ સેક્રેટરીએ અમને જણાવ્યું કે, મંત્રાલય નેશનલ ઈન્ફર્મેશન સેન્ટર (NIC)ની સાથે મળીને એક સોફ્ટવેર તૈયાર કરી રહ્યું છે. આ સોફ્ટવેરનું નામ સારથી-4 છે. તેના દ્વારા ડ્રાઈવિંગ લાઈસન્સને આધાર સાથે જોડવામાં આવશે.’
આ રિપોર્ટમાં કહેવાયું છે કે, સારથી-4 સોફ્ટવેરથી રીયલ ટાઈમ બેઝિસ પર બધા રાજ્યોને જોડવામાં આવશે, તે પછી દેશમાં ક્યાંય પણ નકલી કે ડુપ્લિકેટ લાઈસન્સ લેવું શક્ય નહીં બને