મહિલાનું એક દિવસનું વીજળી બિલ ૩૭ લાખ રૂપિયા આવ્યું
વીજળીનું બીલ માત્ર ૧૬૦ રૂપિયાની આસપાસ આવતુ હતું પણ
લંડન,તા. ૬ : એક મહિલાના ઘરનું એક દિવસનું જ વીજળી બિલ ૩૭ લાખ રૂપિયા આવ્યું છે. સ્માર્ટ મીટર દ્વારા જયારે મહિલાને આટલી મોટી રકમ ભરવાનો વારો આવ્યો છે તો તે હેરાન થઈ ગઈ છે. ૨૫ વર્ષની ચોલ માઈલ્સ પ્રાયર વેસ્ટ સસેક્સ(બ્રિટન)ની રહેવાસી છે. તે પોતાની પુત્રીની સાથે ઘરમાં રહે છે. તાજેતરમાં જ તેમના ઈલેક્ટ્રિસિટીના સ્માર્ટ મીટરનું એક દિવસનું રીડિંગ ૩૭ લાખ રૂપિયા આવ્યું છે. જોકે આ મામલે વીજળી કંપનીએ સ્પષ્ટતા કરી છે. રિપોર્ટ મુજબ, વીજળીનું બિલ ઓછું આવે તે માટે તે ખૂબ જ સાવધાની રાખી રહી હતી. તેના પગલે તેનું વીજળીનું બીલ માત્ર ૧૬૦ રૂપિયાની આસપાસ આવતું હતું.
બ્રિટનની વીજળી કંપની ઓવો એનર્જીએ એ વાતનો સ્વીકાર્ય કર્યો છે કે મહિલાના કેસમાં મીટરની ભૂલ છે. કંપનીએ કહ્યું કે એવું જે પણ કસ્ટમર્સ સાથે થયું છે, તેમને જાણ કરવામાં આવી છે. ચોલોએ જણાવ્યું કે જયારે તેની પાસે આ બિલ આવ્યું તો તે ખૂબ જ હેરાન થઈ ગઈ હતી. કારણ કે બિલની અમાઉન્ટ જ લાખોમાં હતી. તેને થોડો સમય તો હાર્ટ એટેક આવ્યું હોય તેવું લાગ્યું
ચોલેએ કહ્યું કે અમે આખી રાત લાઈટ બંધ કરીને જ સૂઈએ છીએ. દિવસે પણ બંધી લાઈટો ચાલુ રાખતા નથી. જયારે આવી ઘટના તેની સાથે થઈ તો તે ખૂબ જ હેરાન થઈ ગઈ હતી. થોડા કલાકો સુધી તો તે કઈ સમજી જ ન શકી કે તેની સાથે શું થઈ રહ્યું છે.
વીજળી કંપની OVOના પ્રવક્તાએ ચોલેના મામલામાં સ્પષ્ટતા કરી છે, તેમણે કહ્યું કે આ મોટી ભૂલના કારણે ચોલેને કોઈ જ અસર થશે નહિ. પ્રવક્તાએ કહ્યું કે જે પણ ભૂલ થઈ છે, તેની અમને જાણ છે. પ્રવક્તાએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે જે પણ કસ્ટમર્સની સાથે આવું થયું છે, તેમણે હેરાન થવાની જરૂર નથી, આ ભૂલને ઝડપથી સુધારી લેવામાં આવશે.