મુખ્ય સમાચાર
News of Tuesday, 6th October 2020

શહેરમાં કોરોનાનો કહેર યથાવત : નવા ૪૩ કેસ

કુલ કેસનો આંક ૬૭૭૨એ પહોંચ્યો : કુલ ડિસ્ચચાર્જ ૫૫૫૫ દર્દીઓ થતા રિકવરી રેટ ૮૨.૫૫ ટકા થયો

રાજકોટ,તા. ૬: કોરોના કહેર વચ્ચે શહેરમાં આજે બપોરે વધુ ૪૩ રિપોર્ટ પોઝીટીવ આવતા કુલ કેસનો આંક ૬૭૭૨એ પહોંચ્યો છે.

તમામની સારવારની વ્યવસ્થા તથા પોઝીટીવ વ્યકિતનાં કોન્ટેકટમાં આવેલ લોકોને કોરોન્ટાઇન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૪૩ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૬૭૭૨પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી ૫૫૫૫ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા ૮૨.૫૫ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ ૪૭૦૯ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧૧૦  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૧.૩૩ ટકા થયો  હતો. જયારે ૧૦૪ દર્દીઓને સાજા થયા હતા.

 છેલ્લા  છ  મહિનામાં એટલે કે માર્ચ થી આજ દિન સુધીમાં ૨,૪૬,૭૧૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૬૭૭૨ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭ર  ટકા થયો છે.

(3:14 pm IST)