મુખ્ય સમાચાર
News of Thursday, 5th August 2021

કેરળ સાથે મહારાષ્ટ્રમા કોરોનાના વધતા કહેરથી દેશમાં નવા 44.943 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 40.568 દર્દીઓ રિકવર થયા : વધુ 462 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.26.782 થયો :એક્ટીવ કેસ 4.08.545 થયા : કુલ કેસની સંખ્યા 3.18.55.725 થઇ

સૌથી વધુ કેરળમાં 22.040 કેસ, મહારાષ્ટ્ર્રમાં 9026 કેસ, આંધ્રપ્રદેશમાં 2145 કેસ, તામિલનાડુમાં 1997 કેસ,કર્ણાટકમાં 1785 કેસ,ઓરિસ્સામાં 1342 કેસ. આસામમાં 1067 કેસ,મિઝોરમમાં 1088 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો છે આજે દેશમાં કોરોનાનાં નવા 44.943 કેસ નોંધાયા છે. જ્યારે 40.568 દર્દીઓ રિકવર થયા છે

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 44.943 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 462 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.26.782 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 44.943 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 3.18.55.725 થઇ છે  એક્ટિવ સંખ્યા 4.08.545 થઇ છે છેલ્લા 24 કલાકમાં 40.568 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.10.07.795 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 22.040 કેસ, મહારાષ્ટ્ર્રમાં 9026 કેસ, આંધ્રપ્રદેશમાં 2145 કેસ, તામિલનાડુમાં 1997 કેસ,કર્ણાટકમાં 1785 કેસ,ઓરિસ્સામાં 1342 કેસ. આસામમાં 1067 કેસ,મિઝોરમમાં 1088 કેસ નોંધાયા છે

(1:00 am IST)