મુખ્ય સમાચાર
News of Tuesday, 6th February 2018

પાકિસ્તાને નવો રાગ આલાપ્યોઃ કુલ ભુષણ પર આતંકવાદ અને તોડફોડના આરોપ મુકયા

પાકિસ્તાનમાં જાસૂસીના આરોપમાં સૈન્ય કોર્ટમાંથી મૃત્યુદંડની સજા ભોગવી રહેલાં  ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની વિરૂદ્ઘ હવે આતંકવાદ અને તોડફોડના કેટલાંય કેસ લગાવી છે. મીડિયામાં આવેલા આહેવાલો ભારતીય નાગરિક જાધવ (૪૭ વર્ષ)ને પાકિસ્તાનની સૈન્ય કોર્ટ એ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં મોતની સજા સંભળાવી હતી. પાકિસ્તાન  દાવો કર્યો હતો કે જાધવ ઇરાન થઇને કથિત રીતે બલુચિસ્તાનમાં ઘૂસ્યો હતો અને સુરક્ષાબળોએ તેને ૩ માર્ચ ૨૦૧૬ના રોજ પકડી પાડ્યો હતો. ભારતે તમામ આરોપોને નકારી દીધા હતા. પાકિસ્તાનની સૈન્ય કોર્ટના નિર્ણયની વિરૂદ્ઘ ભારત એ ગયા વર્ષે મે મહિનામાં આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. આંતરરાષ્ટ્રીય કોર્ટ એ ભારતની અપીલ પર જાધવના મોત પર સજા રોકી દીધી છે જો કે આખરી નિર્ણય હજુ આવવાનો બાકી છે. એક અધિકારીના હવાલાથી 'ડોન' એ સમાચાર આપી દીધા છે કે જાધવની વિરૂદ્ઘ કેટલાંય કેસ છે. આ કેસોમાં જાધવની વિરૂદ્ઘ આતંકવાદ અને તોડફોડથી સંબંધિત આરોપ છે. અધિકારીના હવાલેથી અખબાર એ કહ્યું છે કે આ કેસમાં કાર્યવાહી પ્રગતિ પર છે. જાધવની વિરૂદ્ઘ કેટલાંય કેસ છે અને તેમાંથી માત્ર જાસૂસીનો કેસ સમાપ્ત થયો છે. સૂત્રોના હવાલે અખબારે માહિતી આપી છે કે કેસમાં માહિતી માંગવા માટે પાકિસ્તાન એ કેટલાંક કેસોપર ૧૩ ભારતીય અધિકારીઓ સુધી પહોંચવાની માંગણી કરી હતી. અખબાર એ કહ્યું છે કે ભારત આ કેસમાં 'અસહયોગ'ની  જીદ પર ઉભું છે. પાકિસ્તાની સૂત્ર એ જો કે એ ૧૩ અધિકારીઓના નામોનો ખુલાસો કર્યો નથી જેની સરકાર પૂછપરચ્છ કરવા માંગે છે.

સૂત્રોએ કહ્યું કે જાધવને કોણ નિર્દેશિત કરી રહ્યું હતું, અમે તેના સુધી પહોંચવા માંગીએ છીએ. અખબારના આહેવાલો મુજબ  આ સિવાય પાકિસ્તાન એ જાધવના નૌસેના સેવાની ફાઇલ, પેન્શન ચૂકવાતા બેન્કનો રેકોર્ડ અને મુબારક હુસૈન પટેલના નામથી રજૂ કરાયેલ પાસપોર્ટ અંગેની માહિતી માંગી છે. પાક અધિકારી જાણવા માંગે છે કે પટેલના નામથી પાસપોર્ટ કંઇ રીતે રજૂ કરાયો અને આ પાસપોર્ટ મૂળ અથવા તો નકલી છે. આઅહેવાલ  પાક અધિકારી મુંબઇ, પૂણે, અને મહારાષ્ટ્રના બીજા કેટલાંક હિસ્સામાં જાધવની સંપત્ત્ અંગે પણ જાણવા માંગે છે કે જેને પટેલના નામથી ખરીદી છે. નોંધણી કે આંતરરાષ્ટ્રીય કોર્ટ ભારતની એ અરજી પર સુનવણી કરી રહ્યું છે જેમાં કહ્યું છે કે પાકિસ્તાન જાધવ સુધી ભારતના ડિપ્લોમેટને પહોંચવા દેતું નથી.

(5:29 pm IST)