મુખ્ય સમાચાર
News of Tuesday, 6th February 2018

પતિ બેંકમાં મેનેજર, પત્નીએ પ્યૂનની નોકરી માટે આપ્યું ઇન્ટરવ્યુ

ઇન્ટરવ્યુમાં જજને મળ્યા દંગ કરી દેનારા જવાબ

ભોપાલ તા. ૬ : ડિસ્ટ્રિકટ સેશન કોર્ટમાં શનિવારે પ્યૂનની પોસ્ટ માટે ૭૦ ટકા ઉમેદવારે ઈન્ટરવ્યૂ આપવા માટે પહોંચ્યા. ઉમેદવારોનું ફેમિલી બેકગ્રાઉન્ડ અને યોગ્યતા સાંભળી જજ પણ દંગ રહી ગયા. જજે ઈન્ટરવ્યુ આપવા માટે પહોંચેલી એક યુવતીને તેના ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે પૂછ્યું તો તેણે જવાબ આપ્યો કે, તેના પતિ બેંકમાં મેનેજર છે પરંતુ તે પોતે આર્થિક રીતે પગભર થવા માગે છે. પ્રાઈવેટ નોકરી કરવા કરતા સરકારી નોકરીમાં પ્યૂનની પોસ્ટ સારી છે.

કોર્ટમાં ૫૭ જગ્યાઓની ભરતી માટે ઈન્ટરવ્યૂ ચાલી રહ્યાં છે. દરરોજ ૨૪૦૦ ઉમેદવારોને બોલાવવામાં આવે છે. ધીમે-ધીમે ઉમેદવારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જજો દ્વારા મોટાભાગના લોકોને તેમનું ફેમિલી બેકગ્રાઉન્ડ, યોગ્યતા અને નોકરી કરવા પાછળનું કારણ પૂછવામાં આવે છે.

આ ઈન્ટરવ્યૂમાં મોટાભાગના લોકોએ કહ્યું કે, પ્યૂનની નોકરીમાં કંઈ ખોટું નથી. ઉલ્લેખનીય છે કે, કોર્ટમાં પ્યૂન, સ્વીપર, વોટરમેન, ચાલક જેવા પદો માટે ભરતી કરવાની છે અને તેના માટે ૬૦ હજારથી વધુ અરજીઓ મળી છે.

શનિવાારે એક આવેદક મિદનાપુર (પશ્ચિમ બંગાળ)થી ઈન્ટરવ્યુ આપવા માટે આવ્યો. તેને જયારે સવાલ કરવામાં આવ્યો કે, તે આ નોકરી માટે છેક પશ્ચિમ બંગાળથી ગ્વાલિયર કેમ આવ્યો ત્યારે તેણે કહ્યું કે, 'અમારે ત્યાં મોટા પ્રમાણમાં બેરોજગારી છે. કામ મળી રહ્યું ન હોવાથી પ્યૂનની નોકરી માટે અરજી કરી છે.'

ભોપાલનો એક આવેદક હોટલ મેનેજમેન્ટમાં પ્ગ્ખ્ કર્યું હોવા છતા પ્યૂનની નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા માટે આવ્યો હતો. તેણે કહ્યું કે, ડિગ્રી હોવા છતા કોઈ નોકરી નથી આપી રહ્યું. ઘરે બેસી રહેવાથી તો સારું છે કે, પ્યૂનની નોકરી કરી લઉં.

જિલ્લા સેશન્સ કોર્ટમાં પ્યૂનની નોકરી માટે અસમ, ત્રિપુરા, પંજાબ, હરિયાણા, ઉત્ત્।ર પ્રદેશ, રાજસ્થાન જેવા રાજયોમાંથી અસંખ્ય અરજીઓ આવી છે.(૨૧.૭)

(10:41 am IST)