મુખ્ય સમાચાર
News of Monday, 5th December 2022

ડીએમકે પાર્ટીએ EWS ક્વોટાના નિર્ણય સામે સમીક્ષા અરજી દાખલ કરી: સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે નવેમ્બરમાં EWS ક્વોટા હેઠળ અનામતને સમર્થન આપ્યું હતું.

EWS એટલે Economically Weaker Section એટલે કે આર્થિક રીતે નબળો વર્ગ છે. આ આરક્ષણ કેન્દ્ર સરકાર દ્વારા એવા લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે જેઓ આર્થિક રીતે નબળા છે. આમાં સમાજનો તે વર્ગ આવશે, જેમના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી છે

નવી દિલ્હી: ડીએમકે પક્ષે EWS ક્વોટા ચાલુ રાખવાના સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણય સામે સમીક્ષા (પુન:વિચાર) અરજી દાખલ કરી છે.
તમિલનાડુના રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ વકીલ વી વિલ્સને બીબીસીને જણાવ્યું હતુ કે ડીએમકે પાર્ટીએ EWS ક્વોટાના નિર્ણય સામે સમીક્ષા અરજી દાખલ કરી છે.
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે નવેમ્બરમાં EWS ક્વોટા હેઠળ અનામતને સમર્થન આપ્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની આગેવાની હેઠળની પાંચ ન્યાયાધીશોની બેન્ચે EWS ક્વોટાની તરફેણમાં બહુમતી ચુકાદો આપતા કહ્યું કે 103મો બંધારણીય સુધારો માન્ય છે.
શું છે EWS ક્વોટા?
EWS એટલે Economically Weaker Section એટલે કે આર્થિક રીતે નબળો વર્ગ છે. આ આરક્ષણ કેન્દ્ર સરકાર દ્વારા એવા લોકો માટે શરૂ કરવામાં આવ્યું છે જેઓ આર્થિક રીતે નબળા છે. આમાં સમાજનો તે વર્ગ આવશે, જેમના પરિવારની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી છે.
અગાઉ અનામત માત્ર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો એટલે કે ઓબીસી માટે જ ઉપલબ્ધ હતું. EWS આરક્ષણના અમલ પછી, સામાન્ય વર્ગના ઉમેદવારોને પણ 10 ટકાનો લાભ મળી શકે છે. આ અનામતનો લાભ લેવા માટે, ઉમેદવારો પાસે ‘આવક અને સંપત્તિનું સર્ટીફિકેટ’ હોવું આવશ્યક છે.


 

(4:50 pm IST)