મુખ્ય સમાચાર
News of Monday, 5th December 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૪૬

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

નમ્રતા

‘‘પ્રેમ ખૂબજ નમ્ર છે-બીજી કોઇ પ્રકારની નમ્રતા છે જે નહી. જ નમ્રતાને પ્રેમ વગર વીકસાવવામાં આવેતો તે ફકત અહંકારની જ એક ચુકતી છે.''

જયારે નમ્રતા પ્રાકૃતિક રીતે પ્રેમ દ્વારા આવે ત્‍યારે તે ખૂબજ સુંદર બની જાય છે. તેથી અસ્‍તીત્‍વના પ્રેમમાં પડી જાવ અને શરૂઆત થાય છે પોતાની જાતને પ્રેમ કરવાથી એકવાર તમે તમારી જાતને પ્રેમ કરવા લાગશે તો તમે ઘણા બધા લોકો પ્રત્‍યે પ્રેમ થવાનો અનુભવ કરશો અને ધીરે-ધીરે તે વધારે અને વધારે લોકો સુધી ફેલાઇ જશે. એક દિવસ અચાનક તમે જોશો કે આખુ અસ્‍તીત્‍વ તેમા આવી ગયું છે હવે તે કોઇ એક વ્‍યકિત માટે નથી તે કોઇપણ વ્‍યકિત માટે છે-તે ફકત વહી રહ્યો છે કોઇ ત્‍યા લેવા માટે નહી હોય તો પણ તે વહે છે.

પછી પ્રેમ ફકત સબંધ નથી તે તમારા અસ્‍તીત્‍વની એક અવસ્‍થા છે અને આ અવસ્‍થામાં જ નમ્રતા રહેલી છે, સાચી નમ્રતા જીસસ આ અર્થમાં નમ્ર હતા પોપ નમ્ર નથી કોઇ નમ્રતાને વીકસાવી શકે અને તેના માટે અહંકારી બની શકે મારા માટે સાચી નમ્રતા પ્રેમની સુગંધમાંથી જ ઉત્‍પન્‍ન થાય છે. તેને વીકસાવી ના શકાય તમે તેનો અભ્‍યાસ ના કરી શકો તેને શીખવાનો કોઇ રસ્‍તો નથી તમારે પ્રેમમાં ઉતરવુ પડશે અને અચાનક તમેએક દિવસ જોશો કે પ્રેમ અંકુરીત થઇ રહ્યો છે અને એક ચોકકસ સુગંધ આવી રહી છે જે પહેલા ત્‍યા ન હતી તમે નમ્ર છો

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:20 am IST)