મુખ્ય સમાચાર
News of Tuesday, 4th October 2022

મની લોન્ડરિંગ કેસમાં બોમ્બે હાઈકોર્ટે અનિલ દેશમુખને જામીન આપ્યા :13 ઓક્ટોબરથી અમલમાં આવશે જેથી ED સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે : ભ્રષ્ટાચારના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા તપાસ ચાલુ હોવાથી હજુ પણ જેલમાં રહેવું પડશે

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટે આજ મંગળવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અનિલ દેશમુખને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તપાસ કરી રહેલા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા છે.

જોકે દેશમુખને આર્થર રોડ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવશે કારણ કે તેમની સામે ભ્રષ્ટાચારના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.

હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે કે, જામીનનો આદેશ 13 ઓક્ટોબરથી અમલમાં આવશે જેથી ઇડી સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે.

જસ્ટિસ એનજે જમાદારે મંગળવારે બપોરે 2.30 કલાકે આ આદેશ સંભળાવ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(6:44 pm IST)