મુખ્ય સમાચાર
News of Monday, 4th April 2022

જોન બેરિસ્ટને શ્રેષ્ઠ કલાકાર તરીકે સૌથી વધુ નોમિનેશન

લાસવેગાસમાં ગ્રેમી એવોર્ડસની શરૂઆત : અમેરિકી ગાયક-ગીતકાર ઓલિવિયા રોડ્રિગોને ડ્રાઈવર્સ લાઈસન્સ માટે બેસ્ટ પોપ સોલો ન્યૂ આર્ટિસ્ટ ગ્રેમી એવોર્ડ

લાસ વેગાસ, તા.૪ : લાસ વેગાસના એમલિએમ ગ્રાન્ડ ગાર્ડન એરિનામાં મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના સૌથી મોટો એવોર્ડ શો ગ્રેમી એવોર્ડસની શરૂઆત થઈ ચૂકી છે. અગાઉ તેનું આયોજન ૩૧ જાન્યુઆરીએ અમેરિકાના લોસ એન્જેલિસમાં થવાનું હતું પરંતુ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિએન્ટના કારણે તેની તારીખ અને જગ્યામાં ફેરફાર કરવો પડ્યો હતો. ગ્રેમી એવોર્ડસ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા સમારંભમાંથી એક છે. આ એવોર્ડની શરૃ્આત ૧૯૫૯માં થઈ હતી. ત્યારબાદ દર વર્ષે આ પુરસ્કાર કલાકારોને તેમના પ્રદર્શનને આધારે આપવામાં આવે છે. આ વખતે જોન બેટિસ્ટે શ્રેષ્ઠ કલાકાર બન્યા છે જેમને સૌથી વધારે નોમિનેશન મળ્યા છે.

સમારંભમાં ગાયિકા ઓલવિયા રોડ્રિગોએ પોતાનું હિટ ગીત રેડ લાઈટ પર શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. બીજી તરફ એવોર્ડ સેરેમનીના હોસ્ટ ટ્રેવર નોહે ફિનીસ સરનેમની મજાક ઉડાવતા કહ્યું કે, તે લોકોના નામ તેના મોંમાંથી નહીં લેશે. ટ્રેવરે વિલ સ્મિથના થપ્પડ કાંડનો મજાક ઉડાવ્યો હતો.

અમેરિકી ગાયક અને ગીતકાર ઓલિવિયા રોડ્રિગોને ડ્રાઈવર્સ લાઈસન્સ માટે બેસ્ટ પોપ સોલો ન્યૂ આર્ટિસ્ટ ગ્રેમી એવોર્ડ મળ્યો છે. આ ઓલિવિયાનો પ્રથમ ગ્રેમી એવોર્ડ છે.

આ ફંક્શનમાં દક્ષિણ કોરિયાના પોપ્યુલર કે-પોપ બેન્ડ મ્જીએ પોતાના ગીત 'બટર' પર પરફોર્મન્સ આપ્યું હતું જેના પર સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું. 'લીવ ધ ડોર' ઓપનને સોન્ગ ઓફ ધ યરનો ગ્રેમી પુરસ્કાર પોતાના નામે કર્યો હતો. આ સોન્ગ માર્સ અને એન્ડરસન પાકની જોડીએ કંપોઝ કર્યું હતું. તેને લોકો સિલ્ક સેનિકના નામથી પણ જાણે છે.

ભારતના સંગીતકાર એ.આર.રહેમાન પણ ગ્રેમી એવોર્ડનો હિસ્સો બનવા પહોંચ્યા હતા. ફેમિલી ટાઈઝ માટે બેબી કીમને બેસ્ટ રેપ પરફોર્મન્સનો ગ્રેમી એવોર્ડ મળ્યો છે. બેસ્ટ પ્રોગ્રેસિવ આલ્બમનો એવોર્ડ લકી ડેએ પોતાના નામે કર્યો છે.

(8:09 pm IST)