મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

લઘુમતીઓ ઉપરના હુમલા ચલાવી નહી લઇએઃ ૯ મીએ દિલ્હીમાં યુવા હુંકાર રેલી-જાહેરસભામાં મોદીજી પાસે જવાબ મંગાશે

રાજકોટ તા.૩: લઘુમતીઓ ઉપર થતા હુમલા નહી ચલાવી લેવાય અને યુવાનો માટે રોજગારી કયાં છે? મોદીજી તેનો જવાબ આપે. તેવી માંગણી સાથે સમાજને ન્યાય મળે તે હેતુથી તા.૯ને ગુરૂવારે દિલ્હીમાં યુવા હુંકાર રેલી અને જાહેરસભાનુ આયોજન કરાયુ છે.

ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને આસામના ખેડૂત નેતા અખિલ ગોગોઇની અધ્યક્ષતામાં આ કાર્યક્રમના માધ્યમથી સરકાર પાસે જવાબ મંગાશે.

સામાજીક ન્યાય માટે તા.૯ને ગુરૂવારે બપોરે ૧૨ વાગ્યે પાર્લામેન્ટ સ્ટ્રીટ ખાતે આયોજીત રેલી-જાહેરસભામાં દલિતો ઉપરના હુમલા બંધ કરવા સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરાશે.

આ ઉપરાંત ભીમ આર્મીના સંસ્થાપક ચંદ્રશેખરને છોડી મુકવા માટે પણ માંગણી કરવામાં આવશે. (૧.૨૦)

(3:46 pm IST)