મુખ્ય સમાચાર
News of Wednesday, 3rd January 2018

બેંકોમાં મૂકેલી થાપણો વધુ સુરક્ષિત થશે

ડીપોઝીટ ઇન્સ્યુરન્સની મર્યાદા ૧ લાખથી વધારવામાં આવે તેવી શકયતા

નવી દિલ્હી તા. ૩ : સરકારે ઓછામાં ઓછી ૯૦ ટકા થાપણને સુરક્ષિત કરવી હશે તો પ્રસ્તાવિત ઇન્સ્યોરન્સ બિલ પ્રમાણે ડિપોઝીટ ઇન્સ્યોરન્સમાં ૧ર ગણાથી વધુ વૃધ્ધિ કરવી પડશે. ૧૯૯૩માં ડિપોઝીટ ઇન્સ્યોરન્સની મર્યાદા રૂ.૧ લાખ કરવામાં આવી ત્યારે ૯૦ ટકા ખાતામાં રૂ.૧ લાખ કે તેનાથી ઓછી રકમ હતી જો કે,માર્ચ ર૦૧૬ ના રોજ એ આંકડો ઘટીને ૬૭ ટકા થયો છે.

ઇટીના વિશ્લેષણ પ્રમાણે હજુ પણ સરકારે ૯૦ ટકા થાપણોને વીમા કવચ આપવું હોય તો ડિપોઝીટ ઇન્સ્યોરન્સની રકમ હાલના રૂ.૧ લાખથી વધારી રૂ.૧પ લાખથી વધારી રૂ. ૧પ લાખ કરવી પડે. આઇસીઆરએના ગ્રુપ હેડ (ફાઇનાન્યિશલ સેકટર રેટિંગ્સ) કાર્તિક શ્રીનિવાસને જણાવ્યું હતું કે, ''અત્યારના સંદર્ભમાં રૂ.૧ લાખનો ડિપોઝીટ ઇન્સ્યોરન્સ બહુ ઓછો કહી શકાય અને લગભગ રપ વર્ષથી આ રકમમાં ફેરફાર કરાયો નથી મારા વ્યકિતગત મત પ્રમાણે ફુગાવો, જીવન ધોરણનો ખર્ચ સહિતના પરિબળોને ધ્યાનમાં લીધા પછી ઇન્સ્યોરન્સ માટે રૂ.પ લાખનો આંકડો યોગ્ય કહી શકાય'' પીડબલ્યુસી ઇન્ડિયાના પાર્ટનર, ફાઇનાન્શિયલ સર્વિર્સિસ (રિસ્ક એન્ડ રેગ્યુલેશન લીડર) કુંતલ સુરે જણાવ્યું હતું કે, ''૧૯૯૩ થી અત્યાર સુધીના ફુગાવાની ગણતરી કરીએ તો ડિપોઝીટ ઇન્સ્યોરન્સમાં મોટો વધારો કરવો પડશે. ઇન્સ્યોરન્સની રકમ કેટલી હોવી જોઇએ એ સ્વાભાવિક રીતે ચર્ચાનો વિષય બનશે, પણ આંકડો કુલ થાપણના ઓછામાં ઓછા ૬૦-૭૦ ટકા હોવો જોઇએ અને મને લાગતુ કે, સરકાર હવે ૯૦-૧૦૦ ટકા થાપણોને વીમાસુરક્ષા આપે'' અત્યારના ડિપોઝીટ ઇન્શ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન એકટ, ૧૯૬૧ હેઠળ બેન્ક ફડચામાં જાય તો ડિપોઝીટ એકાઉન્ટમાં રૂ. ૧ ાલખથી ઉપરની કોઇ પણ રકમ મળવા પાત્ર નથી. પ્રસ્તાવિત કાયદા હેઠળ રિઝોલ્યુશન કોર્પોરેશનની રચના કરાશે અનેઆ કોર્પોરેશન આરબીઆઇ સાથે ચર્ચા કરીને ડિપોઝીટ ઇન્શ્યોરન્સની મર્યાદા નકકી કરશે. આ બાબત સુચવે છે કે, સરકાર ડિપોઝીટ ઇન્શ્યોરન્સની રકમમાં વધારો કરવાનું વિચારી રહી છે કારણ કે વળતરની રકમ લગભગ રપ વર્ષ પહેલા નકકી કરવામાંઆવી હતી. આરબીઆઇના ડેટામાં જણાવ્યા મુજબ માર્ચ ર૦૧૭ ના રોજ કુલ રૂ. ૩૦ લાખ કરોડની થાપણમાંથી લગભગ ૩૦ ટકા જ ઇન્શ્યોરન્સ હેઠળ આવે છે. માર્ચ ર૦૧૬ ના રોજ ૯૭ ટકા ડિપોઝીટ એકાઉન્ટમાં રૂ.૧પ લાખ કે એથી ઓછી રકમ હતી. બેન્કિંગ સિસ્ટમની કુલ ડિપોઝીટમાં મુલ્યની રીતે આ થાપણનો હિસ્સો લગભગ ૪પ ટકા હતો. બાકીની પપ ટકા ડિપોઝીટનો આંકડો રૂ.૧પ લાખથી વધારે હતો અને આ પપ ટકામાં ૩૮ ટકા ડિપોઝીટ રૂ.૧ કરોડથી વધુની હતી ઉલ્લેખનીય છે કે, પ્રસ્તાવિત ફાઇનાન્શ્યિલ રિઝોલ્યુશન એન્ડ ડિપોઝીટ ઇન્શ્યોરન્સ બિલ થાપણના વીમાની રૂ. ૧ લાખની રકમાં વધારો કરશે એવો અંદાજ છે આરબીઆઇ ડિપોઝીટ ઇન્શ્યોરન્સની રકમનો આખરી નિર્ણય રિઝીલ્યુશન કોર્પોરેશન સાથે ચર્ચા કર્યા પછી કરશે'' બેન્કોએ અત્યારે ડિપોઝીટ ઇન્શ્યોરન્સ માટે દર રૂ.૧૦૦ પર લગભગ ૧૦ પૈસા પ્રીમીયમ ચુકવવું પડે છ.ે(૬.૧૦)

(11:23 am IST)