મુખ્ય સમાચાર
News of Thursday, 3rd December 2020

અમેરિકી ચૂંટણીમાં કોઇ ધાંધલી નથી થઇ

ટ્રમ્પના દાવાનો છેદ ઉડાડતા એટોર્ની જનરલ

વોશિંગ્ટનઃ અમેરિકી એટોર્ની જનરલ વિલીયમ બારે જણાવેલ કે ન્યાય વિભાગને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ધાંધલીનું કોઇ પ્રમાણ નથી મળ્યું. તેમણે ટ્રમ્પના ધાંધલીના દાવાનો છેદ ઉડાડી દીધેલ. વિલીયમે જણાવેલ કે બેલેટ મશીન હેક કરવાનો દાવો પણ કરાયેલ કે જેનાથી બિડનને વધુ વોટ મળેલ.

ન્યાય અને હોમલેન્ડ સિકયોરિટી વિભાગે આ દાવાઓની તપાસ કરેલ અને કોઇ ઠોસ પુરાવા ન મળેલ. વિલીયમના આ નિવેદન ઉપર ટ્રમ્પના પ્રચાર અભિયાનના વકીલ રૂડી જુલીયાની અને જેના એલીસે સંયુકત નિવેદનમાં જણાવેલ કે અર્ટોની જનરલનું નિવેદન કોઇ માહિતી કે તપાસ અને સુનિયોજીત ધાંધલીના પુરાવાઓને જોયા-તપાસ્યા વિના દેવાયાનું માલુમ પડે છે.

બીજી તરફ ટ્રમ્પે માફી યોજનામાં કથીત લાંચ મામલાની વિધી વિભાગની તપાસને જુઠી ખબર કરાર દીધેલ. ટ્રમ્પે ટ્વીટર ઉપર લખ્યું કે માફી યોજનાની તપાસ ખોટી ખબર છે. આ પહેલા રિપોર્ટમાં જણાવાયેલ કે વિધી વિભાગ અમેરિકી રાષ્ટ્રપતિ કાર્યાકાળ વાઇટ વ્હાઉસની માફી યોજનામાં લાંચના સંબંધી આરોપોની તપાસ કરી રહી છે.

. નવા વરાયેલ અમેરિકી રાષ્ટ્રપતિ જો બીડને એક ઇન્ટરવ્યુમાં જણાવેલ કે ટ્રમ્પને હરાવીને દેશ માટે સારૂ કામ કર્યું છે. જો એ નિશ્ચિત કર્યું છે કે ટ્રમ્પ વધુ ચાર વર્ષો માટે રાષ્ટ્રપતિ નથી બનવા જઇ રહ્યા.

(12:45 pm IST)