મુખ્ય સમાચાર
News of Monday, 3rd October 2022

કર્ણાટક હાઈકોર્ટે BBMP ચૂંટણીમાં OBC, તથા મહિલા અનામત માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સત્તાવાર સૂચના રદ કરી : 31 ડિસેમ્બર ના રોજ થનારા મતદાનના એક મહિના પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો


કર્ણાટક : કર્ણાટક હાઈકોર્ટે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલ નોટિફિકેશનને રદ કર્યું હતું, જે હેઠળ તેણે BBMPના 243 વોર્ડ માટે વોર્ડ મુજબ અનામત જાહેર કર્યું હતું, જેમાંથી 81 વોર્ડ પછાત વર્ગો માટે અનામત છે અને 120 વોર્ડ મહિલાઓ માટે અનામત છે.

SC/ST, પછાત વર્ગો અને મહિલાઓને અનામત આપતી અંતિમ સૂચના 30મી નવેમ્બરના રોજ અથવા તે પહેલાં પ્રકાશિત થવાની છે. કર્ણાટક રાજ્ય ચૂંટણી પંચે અંતિમ સૂચનાના પ્રકાશનની તારીખથી 30 દિવસમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે અવલોકન કર્યું હતું કે કમિશને પ્રાયોગિક ડેટાના આધારે એ શોધવાની જરૂર છે કે કર્ણાટક રાજ્યની સ્થાનિક સંસ્થાઓમાં કયા સમુદાયો પછાત છે. તે પછી લઘુમતીઓ સહિત ઓબીસીની તરફેણમાં કુલ બેઠકોના 33% અનામત પ્રદાન કરવું જરૂરી છે.તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે.

 

(8:31 pm IST)