મુખ્ય સમાચાર
News of Friday, 2nd June 2023

‘મહાભારત’ સીરિયલના શકુની મામા હોસ્પિટલમાં દાખલ :ગૂફી પેન્ટલની તબિયતમાં થાય છે સુધારો

એક્ટ્રેસ ટીના ઘાઈએ ગૂફી વિશે એક પોસ્ટ શેર કરતા કહ્યું કે એક્ટર મુશ્કેલીમાં છે. તેની હાલત નાજુક છે. કૃપા કરીને બધા તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો

મુંબઈ :‘મહાભારત’ સીરિયલમાં શકુની મામાનો રોલ કરનાર એક્ટર ગૂફી પેન્ટલને હોસ્પિટલમાં દાખલ કરાયા છે,તેની હાલત પહેલા ગંભીર હોવાનું કહેવાય છે. પરંતુ હાલના સમાચાર મુજબ તેની તબિયત પહેલા કરતા વધુ સારી છે

CINTAAના પ્રેસિડેન્ટ મનોજ જોશીએ મીડિયા રિપોર્ટ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ગઈકાલે તેમની તબિયત ખરાબ હતી, પરંતુ આજે તેમની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે.

પોપ્યુલર એક્ટ્રેસ ટીના ઘાઈએ ગૂફી વિશે એક પોસ્ટ શેર કરી, તેણે કહ્યું કે એક્ટર મુશ્કેલીમાં છે. તેની હાલત નાજુક છે. કૃપા કરીને બધા તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. એક્ટ્રેસની પોસ્ટ જોયા પછી, ગૂફીના ફેન્સ તેના માટે ચિંતિત છે. પરંતુ હવે ગૂફીની હેલ્થ અપડેટ જાણીને ફેન્સે રાહતનો શ્વાસ લીધો છે.

  78 વર્ષના ગૂફી એક્ટર બન્યા પહેલા એન્જિનિયર હતા. એન્જિનિયરિંગ છોડીને તે એક્ટિંગમાં કરિયર બનાવવા મુંબઈ આવ્યો હતો. શરૂઆતના દિવસોમાં તે મોડલિંગ કરતો હતો. આ પછી તેને ફિલ્મોમાં કામ કરવાની તક મળી. હિન્દી સિનેમાની સાથે તેણે ટેલિવિઝન પર પણ પોતાની એક્ટિંગની કુશળતા બતાવી. એક્ટરે ‘મહાભારત’, ‘અકબર બીરબલ’, ‘સીઆઈડી’ અને ‘રાધા કૃષ્ણ’ જેવા ઘણા શો કર્યા, પરંતુ તેને ઓળખ બીઆર ચોપરાની સીરિયલ ‘મહાભારત’થી મળી. ‘મહાભારત’માં શકુની મામાનું પાત્ર ભજવીને તે દરેક ઘરમાં ફેમસ થઈ ગયો હતો. આજે પણ લોકો તેમને તેમના અસલી નામને બદલે શકુની મામાના નામથી ઓળખે છે.

(1:03 am IST)