મુખ્ય સમાચાર
News of Saturday, 3rd February 2018

છોટા ઉદેપુર કોંગ્રેસ પ્રમુખ રાજીનામું આપ્‍યુ : નગરપાલિકામાં ટીકીટ નહિ મળતા પગલુ ભર્યુ હોવાની ચર્ચા

છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિએ પોતાની યાદી જાહેર કરી તેમાં છોટાઉદેપુર શહેર પ્રમુખ આદમભાઇ સુરતીનું નામ કમાઇ ગયું હતું

છોટા ઉદેપુર : છોટાઉદેપુર નગર પાલીકામાં ટીકિટ મેળવા કેટલાક દિવસોથી ખુબ જ દોડધામ થતી હતી. તા. ના છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિએ પોતાની યાદી જાહેર કરી તેમાં છોટાઉદેપુર શહેર પ્રમુખ આદમભાઇ સુરતીનું નામ કમાઇ ગયું હતું.

આને લઇ છોટાઉદેપુર શહેર કોંગ્રેસ પ્રમુખે વોર્ડન - માંથી અપક્ષમાં ફોર્મ ભર્યુ હતું અને એવી જાહેરાત કરી હતી. કે હું કોંગ્રેસના હોદ્દા ઉપરથી રાજીનામું આપુ છું. હું છેલ્લી ગ્રામ પાંચ ટર્મથી ચૂંટણી જીતસો આવ્યું છું. છતાં પણ મને રાજકીય ભોગ બનાવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખની ટીકીટ કપાતા રાજકીય ચર્ચાઓ ચાલી હતી. ઘણાં એવું કહેતા હતા કોંગ્રેસને સહેલાયથી વોર્ડ -૧માં બેઠકો મળતી હતી. એમાં હવે સંઘર્ષ કરવો પડશે.

ઉપરાંત છોટાઉદેપુર નગર પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસના શહેર પ્રમુખ આદમભાઇ સુરતીનું રાજીનામુ છોટાઉદેપુર શહેર ભાજપ યુવા મોરતા પ્રમુખ વંદન પંડયાનું રાજીનામું થોટાઉદેપુર શહેર ભાજપ માજી પ્રમુખ પ્રશાંત પટેલનું રાજીનામું પડયું છે. સિવાય અનેક કાર્ય કરો પણ રાજીનામાં ભાજપ અને કોંગ્રેસમાંથી આપવાની ચીમકી આપી છે.

(12:44 am IST)