મુખ્ય સમાચાર
News of Saturday, 3rd February 2018

બાબુલ સુપ્રિયોએ શત્રુઘ્ન સિંહાને આપ્યો સણસણતો જવાબ : 'તમને ભાજપ સાથે સમસ્યા હોય તો 'ત્રણ તલ્લાક' આપી દયો!'

નવી દિલ્હી : ભાજપના સાંસદ શત્રુઘ્ન સિંહા પોતાના પક્ષને લક્ષ્ય બનાવવાનો કોઈ અવસર છોડતા નથી. રાજસ્થાન પેટાચૂંટણી પર તેમના દ્વારા કરવામાં આવેલ 'ત્રણ તલ્લાક'ના કટાક્ષ પર પ્રતીક્રીયા આપતા, કેન્દ્રીય મંત્રી અને ભાજપ સાંસદ બાબુલ સુપ્રીયોએ કહ્યું હતું કે 'પોતાના પક્ષથી તમને આટલી નફરત હોય તો તમે ખુદ ભાજપને 'ત્રણ તલ્લાક' આપી દયો...!'

(12:13 am IST)