મુખ્ય સમાચાર
News of Sunday, 2nd October 2022

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ પાર્ટી અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઇલ કરવાના એક દિવસ પછી રાજ્યસભામાં વિપક્ષના નેતાના પદથી રાજીનામું

રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ તરીકે પી ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહનું નામ સૌથી ઉપર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 

નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ પાર્ટી અધ્યક્ષ પદ માટે નોમિનેશન ફાઇલ કરવાના એક દિવસ પછી રાજ્યસભામાં વિપક્ષના નેતાના પદથી રાજીનામું આપી દીધું છે.

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ અનુસાર, 80 વર્ષીય મલ્લિકાર્જૂન ખડગેએ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનો ત્યાર પત્ર શુક્રવારે રાત્રે મોકલ્યો છે.

ખડગેના રાજીનામાને આ વર્ષ મે મહિનામાં ઉદયપુર આયોજિત કોંગ્રેસના ચિંતન શિબિરમાં ઘોષિત એક વ્યક્તિ એક પદની નીતિ અનુસાર જોવામાં આવી રહ્યો છે.

માનવામાં આવી રહ્યું છે કે ખડગેના રાજીનામા પછી રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ તરીકે પી ચિદમ્બરમ અને દિગ્વિજય સિંહનું નામ સૌથી ઉપર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

(2:06 pm IST)