મુખ્ય સમાચાર
News of Sunday, 2nd October 2022

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-(માર્કસિસ્ટ)ના 68 વર્ષની વયના અગ્રણી નેતા કોડિયેરી બાલકૃષ્ણનએ અંતિમશ્‍વાસ લી

તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતાઃ બાલકૃષ્ણનની તબિયત બગડતાં 29 ઓગસ્ટે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-(માર્કસિસ્ટ)ના અગ્રણી નેતા કોડિયેરી બાલકૃષ્ણનનું શનિવારે નિધન થયું છે. તેઓ 68 વર્ષના હતા. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. બાલકૃષ્ણનની તબિયત બગડતાં 29 ઓગસ્ટે ચેન્નાઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે તાજેતરમાં સ્વાસ્થ્યના કારણોસર પાર્ટીના રાજ્ય સચિવ પદેથી રાજીનામું આપ્યું હતું. તેઓ લાંબા સમય સુધી કેરળ સરકારમાં ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.

કોડિયેરી બાલકૃષ્ણન સીપીએમના શક્તિશાળી નેતાઓમાંના એક છે. તેમણે 2015 થી 2022 સુધી CPI(M)ની કેરળ રાજ્ય સમિતિના સચિવ તરીકે સેવા આપી હતી. તેઓ બીજી વખત કેરળ રાજ્ય સચિવ પદ માટે ચૂંટાયા હતા પરંતુ સ્વાસ્થ્યના કારણોસર થોડા દિવસો પહેલા રાજીનામું આપ્યું હતું. સંગઠનમાં વિવિધ હોદ્દા પર રહેલા બાલકૃષ્ણન અનેક બંધારણીય પદો પણ સંભાળી ચૂક્યા છે. તેઓ વીએસ અચુદાનંદનની સરકારમાં ગૃહ અને પર્યટન મંત્રી હતા. બાલકૃષ્ણન 1987માં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ કેરળની તેલ્લીચેરી વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. તેઓ UDF શાસન દરમિયાન 2001 થી 2006 સુધી વિપક્ષના ઉપનેતા હતા. જ્યારે 2011માં તેઓ વિપક્ષના નેતા હતા.

(12:01 pm IST)