જંબુસર વૃદ્ધાને સળગાવવાનો પ્રયાસ અને ટોળા દ્વારા આતંક : 21 હુમલાખોરોની ધરપકડ :5 દિવસના રિમાન્ડ મેળવાયા
ટોળાએ જ્વલનશીલ પ્રદાર્થ મહિલા તેમજ અન્ય ઉપર છાંટી તેમને સળગાવવાની કોશિશ કરી હતી
જંબુસર નગરમાં બુધવારે મધરાતે શાંતિમાં પલટી ચાંપવાના પ્રયાસ બાદ જિલ્લાભરની પોલીસના ઘાડે ધાડા ઉતરી પડ્યા હતા. વૃદ્ધાને સળગાવવાના પ્રયાસ અને ટોળા દ્વારા આતંકની ઘટનામાં 21 હુમલાખોરોની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવાયા છે.
જંબુસર નગરમાં નાથજીની ખડકી કોળી વાડમાં ગણેશ પ્રોવિઝન સ્ટોર ઉપર ગત બુધવારે રાતે બે યુવાનો દુકાન ઉપર બેસેલા વિશાલ કાલીદાસ ઠાકોર પાસે સિગારેટ લેવા આવ્યા હતા.
સિગારેટ લીધા બાદ પૈસા માંગતા બન્ને શખ્સોએ વિશાલ સાથે ઝપાઝપી અને ગાળા ગાળી કરી હતી. જે બાદ 40 થી 50 જેટલા લોકોનું ટોળું ધસી આવ્યું હતું. આ લોકો પેટ્રોલ, ડીઝલ જેવો જ્વલનશીલ પ્રદાર્થ લઈ ને આવી પોહચતા મહિલાઓએ તેમને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે ટોળાએ જ્વલનશીલ પ્રદાર્થ મહિલા તેમજ અન્ય ઉપર છાંટી તેમને સળગાવવાની કોશિશ કરે તે પેહલા જ જંબુસર પોલીસ રક્ષક બની આવી જતા અસામાજિક તત્વોનું આ ટોળામાં નાસભાગ મચી ગઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વિસ્તરમાં ખડકી કોમ્બિગ અને પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું.
જે બાદ પોલીસે વિડીયો અને ફરિયાદ મુજબ નગરના જ 21 હુમલાખોરોને રાઉન્ડ અપ કરી લીધા હતા. જેમની સામે રાયોટિંગ, હત્યાનો પ્રયાસ, ગેરકાયદે મંડળી સહિતનો ગુનો નોંધી વધુ તપાસ અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વિડીયો અને ફરિયાદમાં 23 હુમલાખોરોની ઓળખ થઈ હતી. જેમાં 21 ની ધરપકડ થઈ ગઈ છે. જ્યારે બે આરોપી વોન્ટેડ છે અને અન્ય 9 લોકોની ઓળખ થઈ શકી નથી.