મુખ્ય સમાચાર
News of Saturday, 2nd July 2022

૧૯૯૩થી ૨૦૧૭ સુધીમાં આતંકવાદીઓએ માર્યા ૯૦ અમરનાથ યાત્રાળુ

૨૦૦૩થી દરમ્‍યાન અમરનાથ યાત્રાએ નુકસાન પહોંચાડવામાં નિષ્‍ફળ રહયા આંતકવાદીઓ

જમ્‍મુઃ છેલ્‍લા ૩૦ વર્ષ દરમ્‍યાન આતંકવાદીઓ ૯૦થી વધારે અમરનાથ યાત્રીઓને મોતને ઘાટ ઉતારી ચૂકયા છે. આ આંકડો ૧૯૯૩થી ૨૦૧૭ સુધીનો છે. આ મોત માટે આંતકવાદી જૂથો અને અલગતાવાદી નેતાઓ દ્વારા બનાવાયેલ અસમંજસની વાતો પરિસ્‍થિતિને જવાબદાર ગણાવાય છે કેમકે દર વખતે અમરનાથ યાત્રા શરૂ થતા કેટલાક આતંકવાદી જૂથો અમરનાથ યાત્રાને નુકસાન નહીં પહોંચાડવાની વાતો કરતા રહે છે તો અલગતાવાદી નેતાઓ અમરનાથ યાત્રીઓને કાશ્‍મીરના મહેમાન ગણાવીને તેમની પીઠ પર હુમલો કરે છે.
અમરનાથ યાત્રા પર પહેલો હુમલો વિદેશી આતંકવાદીઓએ ૧૯૯૩માં કર્યો હતો. જયારે અમરનાથ યાત્રા પર પ્રતિબંધ જાહેર કરીને હરકતુલ અંસારે શ્રધ્‍ધાળુઓને ધમકી આપી હતી કે સામેલ થનાર યાત્રાળુઓને મારી નાખવામાં આવશે. જયારે ધમકીની કોઇ અસર ના થઇ તો આતંકવાદી હુમલામાં ત્રણ શ્રધ્‍ધાળુઓના જીવ ગયા. આવો જ હુમલો બીજા વર્ષે થયો જેમાં બે લોકો મર્યા
પછી સુરક્ષા વ્‍યવસ્‍થામાં સખ્‍સનાં પરિણામે પછીના ૬ વર્ષ સુધી આતંકવાદીઓ અમરનાથ યાત્રાને કોઇ નુકસાન ના પહોાંડી શકયા. પણ તે પછીના ચાર વર્ષમાં ૨૦૦૦માં સૌથી વધારે ૩૫ શ્રધ્‍ધાળુઓના જીવ પહેલગામમાં ગયા. ૨૦૦૧માં ૧૨, ૨૦૦૨માં ૧૦ શ્રધ્‍ધાુળઓ મરાયા. ૨૦૦૩માં આતંકવાદીઓ અમરનાથ યાત્રા માર્ગ પર કોઇ હુમલો ના કરી શકયા પણ તેમણે અમરનાથ યાત્રા પુર્ણ કરીને વૈષ્‍ણોદેવીની યાત્રાએ જઇ રહેલા ૮ શ્રધ્‍ધાુળઓને મારી નાખ્‍યા. જો કે એટલું જરૂર છે કે ૨૦૦૩ પછી ૨૦૧૬ સુધીમાં અમરનાથ યાત્રીઓ પર કોઇ આતંકવાદી હુમલો એટલે ન હોતો થયો કેમકે અલગતાવાદી નેતા સઇદ અલી શાહ ગિલાની અમરનાથ યાત્રીઓને કાશ્‍મીરીઓના મહેમાન ગણાવતા હતા. ખરેખર તો આના માટે કાશ્‍મીરની પ્રજાનું દબાણ હતું જેથી તેમની રોજીરોટી ચાલતી રહે. અને ઉલ્‍લેખનિય છે કે કાશ્‍મીરના પર્યટન ઉદ્યોગ માટે અમરનાથ યાત્રા કરોડરજ્જુ સમાન ગણવામાં આવે છે

 

(4:41 pm IST)