મુખ્ય સમાચાર
News of Saturday, 2nd July 2022

૮ જુલાઈ પહેલા સમગ્ર દેશમાં ચોમાસુ છવાઈ જશેઃ જુલાઈના ૧૫ દિવસ ચોમાસુ સક્રિય રહેશે : અનેક રાજયોમાં ભારે વરસાદની સંભાવના : ગુજરાતના અનેક ભાગોમાં જોરદાર વરસાદ પડશે


સ્‍કાયમેટ વેધરના છેલ્લા વરતારા મુજબ જુલાઈના પ્રથમ ૧૫ દિવસ ચોમાસુ સક્રિય રહેશે અને દેશના અનેક રાજયોમાં ભારે વરસાદની ગતિવિધિ ચાલુ રહેશે. મધ્‍યપ્રદેશના અનેક ભાગો સહિત પૂર્વ રાજસ્‍થાન તથા ગુજરાતના અનેક ભાગોમાં સારા વરસાદની સંભાવના છે. મહારાષ્‍ટ્રના કાઠાના પ્રદેશો અને કર્ણાટક તથા કેરળમાં ભારે વરસાદ પડશે. દિલ્‍હી - પંજાબ - હરિયાણા તથા પヘમિી ઉત્તરપ્રદેશમાં હળવા વરસાદ સાથે આવતા ચારેક દિવસ સુધી એક થી ૨ જગ્‍યાએ મધ્‍યમ વરસાદ પડશે તેમ સ્‍કાયમેટ જણાવે છે.
સ્‍કાયમેટ કહે છે કે ૮ જુલાઈ પહેલા ચોમાસુ સમગ્ર ભારતને આવરી લેશે. મધ્‍યપ્રદેશ, રાજસ્‍થાન, ગુજરાત અને ભારતના પヘમિી કાંઠા ઉપર ભારે વરસાદ પડશે. ઉત્તરપ્રદેશમાં હવે વરસાદની ગતિવિધિ ઘટવા લાગશે. દક્ષિણ પ્રાયદીપના આંતરીક ભાગો સહિત પૂર્વોત્તર રાજયોમાં પણ વરસાદ હવે ઓછો થઈ શકે છે

 

(12:11 pm IST)