મુખ્ય સમાચાર
News of Saturday, 2nd July 2022

શિંદેને પક્ષ વિરોધી પ્રવૃતિઓમાં સામેલ થવા બદલ

ઉધ્‍ધવ ઠાકરેએ એકનાથ શિંદે પર કરી મોટી કાર્યવાહી : શિવસેનાના તમામ પદો પરથી હટાવ્‍યા

મુંબઇ,તા. ૨ : મહારાષ્ટ્રમાં લાંબા સમયથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલનો ભલે અંત આવ્‍યો હોય, પરંતુ વિવાદ હજુ સમયો નથી. એકનાથ શિંદે ભલે રાજયનું સીએમ પદ સંભાળ્‍યું હોય, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ તેમની સામે મોટી કાર્યવાહી કરી છે. વાસ્‍તવમાં, ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થવા બદલ શિવસેનાના તમામ પદો પરથી હટાવી દીધા છે.
એકનાથ શિંદેના નામે પત્ર જારી કરતા ઉદ્ધવ ઠાકરેએ લખ્‍યું કે તાજેતરમાં જ જોવામાં આવ્‍યું છે કે તમે પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા જોવા મળ્‍યા છે. આ સાથે પત્રમાં કહેવામાં આવ્‍યું છે કે તમે શિવસેનાનું સભ્‍યપદ છોડી દીધું છે. એટલા માટે તમારી સામે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉદ્ધવ ઠાકરે કહ્યું કે શિવસેનાના પાર્ટી ચીફ હોવાના કારણે હું આ અધિકારનો ઉપયોગ કરીને એકનાથ શિંદેને પાર્ટીના તમામ હોદ્દા પરથી મુક્‍ત કરીશ.વાસ્‍તવમાં, એકનાથ શિંદેએ શિવસેનાના બળવાખોર ધારાસભ્‍યો સાથે મળીને ઉદ્ધવ ઠાકરે સરકાર વિરુદ્ધ મોરચો માંડ્‍યો હતો. લગભગ ૮ દિવસ સુધી ચાલેલી ઘટનાક્રમ બાદ ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવું પડ્‍યું, જયારે એકનાથ શિંદેએ ભાજપના સમર્થનથી મુખ્‍યમંત્રી તરીકે શપથ લીધા.

 

(10:14 am IST)