મુખ્ય સમાચાર
News of Sunday, 2nd April 2023

મસૂરી-દેહરાદૂન હાઈવે ગોઝારો અકસ્‍માતઃ બપોરે એક રોડવેઝ બસ ખીણમાં ખાબકીઃ બે મહિલાઓના કરૂણ મોતઃ ૧૯ જેટલા લોકોને ઇજાઃ બસમાં ૪૦ જેટલો મુસાફરો સવાર

બસ ૧૦૦ મીટર ઉંડી ખીણમાં ખાબકી હતીઃ ઇજાગ્રસ્‍તોને અમુક ઘાયલોને મસૂરીની હોસ્પિટલમાં ખસેડાયા

નવી દિલ્‍હીઃ  મસૂરી દહેરાદૂન હાઇવે પર રવિવારે બપોરે એક રોડવેઝ બસ ખીણમાં ખાબકી હતી.જેના પગલે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. દુર્ઘટનામાં બે મહિલાઓના મોતના અહેવાલ છે જ્યારે અન્ય ઘણા લોકો ઘાયલ હોવાની માહિતી મળી છે. 19 ઘાયલોને દહેરાદૂનની હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા છે. માહિતી અનુસાર આ બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી.

અમુક ઘાયલોને મસૂરીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને સારવાર આપવામાં આવી રહી છે. ઘાયલોમાં અનેક લોકોની હાલત ગંભીર હોવાથી મૃતકાંક પણ વધવાની શક્યા છે. ઘટનાની જાણ થતાં રાહત-બચાવ કામગીરી માટે સ્થાનિકો દોડી આવ્યા હતા. બચાવ કામગીરીમાં ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

(3:57 pm IST)