મુખ્ય સમાચાર
News of Tuesday, 2nd March 2021

12મી માર્ચે પશ્ચિમ બંગાળમાં ખેડૂતોની રેલી : કેન્દ્ર સરકારની નીતિઓને દંડિત કરવા સમજાવશે

15 માર્ચે આખા દેશમાં મજુર અને કર્મચારીઓ રોડ ઉપર ઉતરશે : રેલ્વે સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કરશે.

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ સંયુકત કિસાન મોર્ચાએ એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. સંયુક્ત કિસાન મોર્ચા તરફથી 12માર્ચે બંગાળમાં રેલી કરવાની જાહેરાત કરી છે. સંગઠને ચૂંટણી થનાર તમામ રાજ્યોમાં નવા કૃષિ કાયદાને લઈને અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન લોકોએ એ સમજાવવામાં આવશે કે મોદી સરકારનો ખેડૂતો સાથે વ્યવ્હાર બરાબર નથી.

સયુક્ત કિસાન મોર્ચા દ્વારા કહેવામાં આવ્યું હતું કે જે રાજ્યોમાં ચૂંટણી થવાની છે તે રાજ્યોમાં એસકેએમ ભાજપની ખેડૂત વિરોધી અને ગરીબ વિરોધી નિતિઓને દંડિત કરવા માટે અપીલ કરશે. ખેડૂત યુનિયન ચૂંટણી થનારા રાજ્યોમાં ભાજપ વિરોધ પ્રચાર કરશે. એસકેએમના પ્રતિનિધિ આ ઉદેશ સાથે જ વિવિધ રાજ્યોમાં જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેશે.

સંગઠનના પદાધિકારી યોગેંદ્ર યાદવે જણાવ્યું હતું કે 10 ટ્રેડ સંગઠનો સાથે અમારી બેઠક યોજાઈ છે. સરકાર સાર્વજનિક ક્ષેત્રોનું જે રીતે ખાનગીકરણ કરી રહી છે તેના વિરોધમાં 15 માર્ચે આખા દેશમાં મજુર અને કર્મચારીઓ રોડ ઉપર ઉતરશે. રેલ્વે સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કરવામાં આવશે. સંગઠન દ્વારા 6 માર્ચે કુંડલી માનસરોવર પલવલ એક્સપ્રેસ વે જામ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી રોડ બંધ કરવાનું હાલ જણાવવામાં આવ્યું છે. કેંદ્ર સરકારમાં હરિયાણામાં જે ત્રણ કેંદ્રિય મંત્રી છે તેને ગામમાં પ્રવેશ ઉપર રોક લગાવવામાં આવશે.

(10:13 pm IST)