ભાણેજના પ્રેમમાં પાગલ થયેલી મામી ભાગી ગઈ, ફાવ્યું નહીં તો ૪૮ કલાકમાં પતિ પાસે પાછી આવી ગઈ

ખગડીયા, તા.૧: બિહારમાં હાલના દિવસોમાં એક લગ્ન ખૂબ જ ચર્ચાનો વિષય છે. હકીકતમાં એક પરણેલી મહિલાએ પોતના પતિને છોડીને ભાણેજ સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન છોકરીના પરિવારની હાજરીમાં થયા હતા. મહિલા અનિતા દેવીએ એક કરારમાં લખ્યું છે કે, તે પોતાના પતિ ડબ્લૂ શર્માને છોડીને પોતાના નવા પ્રેમી સંતોષ કુમાર સાથે રહેવા માગતી હતી. આ નિર્ણય તે પોતાની ઈચ્છાઅનુસાર લઈ રહી છે. તે પ્રથમ પતિ ડબ્લૂય શર્મા પર કોઈ દાવો નહીં કરે.
બિહારના ખગડીયા જિલ્લામાંથી આ મામલો સામે આવ્યો છે. કહેવાય છે કે, ચૌથમ પોલીસ સ્ટેશનના મલપા ગામમાં રહેતા યુવક સંતોષ કુમારે પોતાના મામાના ઘર મહેશખૂંટ પોલીસ સ્ટેશન વિસ્તારના કાજીચક આવતો-જતો હતો. સંતોષના મામા મજૂરી કામ કરતા હતા. આ દરમિયાન સંતોષે પોતાની મામીને પ્રેમની જાળમાં ફસાવી, જે બાદ બંનેને ગામલોકોએ પકડી પાડ્યા હતા. પછી તો શું હતું ગામ લોકોની સાક્ષીમાં પતિએ તેમના લગ્ન કરાવી દીધા હતા.
મહેશખૂંટ ચોકીના કાજીચક ગામની અનિતા કુમારીએ સમાજની સામે પોતાની પ્રેમી સાથે લગ્ન કરી લીધા, પણ જેવું પ્રેમી મામીને પત્ની બનાવીને પોતાના ઘરે પહોંચ્યા તો તેના પરિવારના લોકોએ તેમનો વિરોધ કર્યો હતો. જે બાદ મહિલા અનિતા દેવીનો પ્રેમી સંતોષ તેને છોડીને ભાગી ગયો હતો. ત્યાર બાદ પાછી મહિલા અનિતા દેવી પોતાની પતિના ઘરે પહોંચી જ્યાં ભારે માથાકૂટ બાદ આખરે પતિ ડબ્લૂ શર્મા તેને રાખવા માટે રાજી થઈ ગયો. ત્યાર બાદ પતિએ પોતાની પૂર્વ પત્નીની માંગમાં સિંદૂર ભરીને તેનો સ્વિકાર કર્યો હતો.