મુખ્ય સમાચાર
News of Thursday, 1st December 2022

આમંત્રણ વગર લગ્ન સમારોહમાં પહોંચી ગયો MBA સ્‍ટુડન્‍ટ : ઝડપાઇ ગયો તો વાસણ સાફ કરાવ્‍યા

ભોપાલ તા. ૧ : લગ્નના મંડપ કે પછી મંચ પર તમામ એવી ઘટનાઓ સામે આવી ચુકી છે અને સોશિયલ મીડિયા પર આવી ઘટનાઓ ખુબ વાયરલ થઈ છે. આ કડીમાં એક એવી ઘટના સામે આવી છે જેને લઈને નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. થયું એવું કે એક એમબીએ વિદ્યાર્થી આમંત્રણ વગર લગ્ન સમારોહમાં પહોંચી ગયો. ત્‍યારબાદ જે થયું તેનો અંદાજ તેણે પણ લગાવ્‍યો હશે નહીં.

હકીકતમાં આ ઘટના મધ્‍યપ્રદેશના ભોપાલની છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો પણ શેર થયો છે. પરંતુ વીડિયો શેર થયા બાદ લોકો વિરોધ નોંધાવી રહ્યાં છે કે કોઈના આ પ્રકારનો વીડિયો વાયરલ કરવો વ્‍યાજબી નથી. તેમાં એવું થયું કે એક મેરેજ હોલમાં લગ્ન સમારોહ ચાલી રહ્યો હતો. આ વચ્‍ચે એક યુવક પર લોકોને શંકા ગઈ અને તેનો પરિચય પૂછી લેવામાં આવ્‍યો.

યુવક જણાવી શક્‍યો નહીં અને ઝડપાઈ ગયો. મીડિયા રિપોર્ટ પ્રમાણે વિદ્યાર્થીએ કહ્યુ કે તે જબલપુરનો રહેવાસી છે અને ભોપાલમાં ખાનગી કોલેજમાં એમબીઓનો પ્રથમ વર્ષનો વિદ્યાર્થી છે. જયારે ખબર પડી કે તે આમંત્રણ વગર પહોંચી ગયો તો તેને તે જગ્‍યાએ લઈ જવામાં આવ્‍યો જયાં વાસણ સાફ થઈ રહ્યાં હતા. તેને સજા આપવાના ભાગ રૂપે વાસણ સાફ કરાવવામાં આવ્‍યા હતા.

વાસણ સાફ કરવા સમયે તેનો વીડિયો પણ બનાવવામાં આવ્‍યો. વીડિયો બનાવનાર આ દરમિયાન યુવક પાસે તેનો અભ્‍યાસ, કામ અને ક્‍યાં રહે છે તે જાણકારી લેવામાં આવી રહી હતી. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ જરૂર થયો છે પરંતુ કેટલાક લોકોએ તેનો વિરોધ નોંધાવ્‍યો તો કેટલાક લોકોએ કહ્યું કે, તેને બરોબર સજા આપવામાં આવી છે.

(10:27 am IST)