મુખ્ય સમાચાર
News of Thursday, 1st December 2022

આબુ ટાઢુબોળઃ પારો ૦ ડિગ્રીઃ પર્યટકો ઉમટયા

હજુ ૪ દિવસ શૂન્‍ય તાપમાન રહેશે

આબુ,તા.૧: બનાસકાંઠાની સરહદે આવેલા પર્યટક સ્‍થળ અને હિલસ્‍ટેશન માઉન્‍ટ આબુમાં નવેમ્‍બર મહિનાના છેલ્લા સપ્તાહથી વાતાવરણ ઠંડુગાર બન્‍યુ છે. હાલમાં તાપમાનનો પારો ઝીરો ડિગ્રી પહોંચતાં સ્‍થાનિક વેપારીઓ સહિત પર્યટકો મૌસમની મજા માણી રહ્યાં છે. જો કે, ધીમી ગતિએ પવન ફૂંકાતા મેદાનપ્રદેશ અને પર્વતીય વિસ્‍તારમાં હજુ સુધી બરફની ચાદર પથરાઈ નથી. પરંતુ પર્યટકો સેલ્‍ફી અને ફોટોગ્રાફીનો લુપ્ત ઉઠાવી રહ્યાં છે. આમ હજુ આગામી ૪ દિવસ સુધી ઝીરો ડિગ્રી તાપમાન યથાવત્‌ રહેશે. જો કે, રાજસ્‍થાની સરહદે આવેલા બનાસકાંઠા જિલ્લામાં પણ ત્રણ દિવસથી ઠંડીનું મોજુ ફરી વળ્‍યું છે. જેમાં લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી તેમજ મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી આસપાસ યથાવત રહેતા વાતાવરણમાં ઠંડક જામી છે. બનાસકાંઠામાં આગામી ૪૮ કલાક પછી મીનીમમ ટેમ્‍પરેચરમાં બેથી ત્રણ ડિગ્રી નો ઘટાડો થશે તેવું હવામાન ખાતાના સૂત્રો દ્વારા જાણવા મળ્‍યુ છે.જેમાં ઠંડીનો ચમકારો આવશે.

(10:26 am IST)