મુખ્ય સમાચાર
News of Sunday, 1st November 2020

કોરોનાકાળમાં મેલબોર્નના ગરીબ લોકો માટે મસીહા બન્યા ભારતીય શેફ દમન શ્રીવાસ્તવ

અગાઉ ઇરાકી ગલ્ફ યુદ્ધ દરમિયાન, લોકોને લોકોને ભોજન પણ આપ્યુ હતુ.

નવી દિલ્હી :કોરોનામાં ભારતીય મૂળના રસોઇયા, ઓસ્ટ્રેલિયાના લોકો માટે મસીહા બન્યા છે. તે ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને નિ: શુલ્ક ખોરાક આપીને મદદ કરી રહયા છે.

મેલબોર્નમાં રહેતા ભારતીય રસોઇયા દમન શ્રીવાસ્તવ 54 વર્ષના છે, અને દિલ્હીમાં મોટા થયા છે. વર્ષ 1990 માં તે મિડલ ઇસ્ટ માં રહયા હતા. તેમણે કહ્યુ કે, 'જરૂરિયાતમંદોને ભોજન પૂરું પાડવુ, તેમના માટે નવી વાત નથી. અગાઉ, તેમણે ઇરાકી ગલ્ફ યુદ્ધ દરમિયાન, લોકોને લોકોને ભોજન પણ આપ્યુ હતુ.'

તેમણે કહ્યુ કે, 'ભલે આ રોગચાળો ગલ્ફ વોર જેવો નથી, પણ લોકોની વાતો એક જેવી છે. આનાથી ઘણા લોકોની જીવનશૈલી પ્રભાવિત થઈ છે.

દમન કહે છે કે, 'તે ગરીબીના દિવસોમાં પરિસ્થિતિને સમજે છે. ઓસ્ટ્રેલિયાએ શરૂઆતના દિવસોમાં, તેમને નજીકથી જોયેલ છે.' તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પણ ખવડાવી રહ્યો છે.

તે એક દિવસમાં 150 વાનગીઓ રાંધે છે, અને તેમની પત્ની અને પુત્રી તેની કારથી જરૂરિયાતમંદ લોકોમાં વહેંચવા જાય છે.

આજે દમન સાથે 6 સ્વયંસેવકો કાર્યરત છે. સ્થાનિક લોકો પણ અઠવાડિયામાં ખાદ્ય ચીજો આપીને જાય છે. દમન કહે છે કે, 'તે રોગચાળો ખતમ થયા પછી પણ, પોતાનુ આ કામ ચાલુ રાખશે

(12:00 am IST)