મુખ્ય સમાચાર
News of Thursday, 1st October 2020

યતીન ઓઝા કેસ : કોર્ટના તિરસ્કાર અંગે 3 જજની કમિટીએ તૈયાર કરેલો રિપોર્ટ રેકોર્ડ ઉપર લેવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ

અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં ભ્રષ્ટાચાર ચાલે છે તથા પક્ષપાતી વલણ અપનાવાઈ રહ્યું  છે તેવા હાઇકોર્ટ એડવોકેટ યતીન ઓઝાના આક્ષેપોને ધ્યાનમાં લઈને નામદાર કોર્ટે તેમના ઉપર સુઓમોટો હેઠળ અદાલતના તિરસ્કાર બદલ તેમનું સીનીઅર એડવોકેટ પદ છીનવી લેવાનો આદેશ કર્યો હતો .જેના અનુસંધાને ઓઝાએ સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હતી.

યતીન ઓઝાએ કરેલા આક્ષેપોની તપાસ માટે નામદાર કોર્ટે 3 જજની પેનલ પાસે  જૂન મહિનામાં રિપોર્ટ તૈયાર કરાવ્યો હતો .જે રિપોર્ટ રેકોર્ડ ઉપર લેવાનો નામદાર કોર્ટે આદેશ કર્યો છે.
આ અંગે ઓઝાના વકીલ  સીનીઅર  એડવોકેટ અરવિંદ દાતારે જણાવ્યું હતું કે એમિક્સ કયુરિયા કે અન્ય કોઈએ પણ  કોર્ટના તિરસ્કાર અંગે ઓઝાના નિવેદનો ખોટા હોવાનો દાવો કર્યો નથી.
આથી એમિક્સ કયુરિયા શાલીન મેહતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચીફ જસ્ટિસ દ્વારા નિમાયેલી 3 જજની કમિટીએ ઓઝા દ્વારા મુકાયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
આ બાબત ધ્યાને લઇ સુશ્રી સોનિયા ગોકાણી તથા શ્રી એન.વી.અંજારિયાની ખંડપીઠે 3 જજની કમિટીનો  રિપોર્ટ રેકોર્ડ ઉપર લેવા જણાવ્યું હતું કે જે સુપ્રીમ કોર્ટમાં ઓઝાએ કરેલી પિટિશન અંગે એક ભાગ ગણી શકાય તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:43 pm IST)