મુખ્ય સમાચાર
News of Wednesday, 1st September 2021

સગીર બહેન પર બળાત્કાર ગુજારવાના આરોપસર બે વર્ષ સુધી કારાવાસમાં રાખ્યા બાદ છોડી મુકાયો

મુંબઇમાં એક ચોંકાવનારો મામલો: પોક્સો કોર્ટમાં બહેને સ્વીકાર્યું કે તેણે પોતાના ભાઇ પર ખોટો આરોપ લગાવ્યો હતો

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિને પોતાની સગીર બહેન પર બળાત્કાર ગુજારવાના આરોપસર બે વર્ષ સુધી કારાવાસમાં રાખ્યા બાદ છોડી મૂક્વામાં આવ્યો છે. પોક્સો કોર્ટમાં બહેને સ્વીકાર્યું છે કે, તેણે પોતાના ભાઇ પર ખોટો આરોપ લગાવ્યો હતો. જેના પછી કોર્ટે તેના ભાઇને છોડી મૂક્વાનો આદેશ કર્યો હતો 

(3:41 pm IST)