મુખ્ય સમાચાર
News of Wednesday, 1st September 2021

દિલ્હી-કોલકત્તામાં પેટ્રોલના ભાવ ૧૦૧ ઉપર ગયા

પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ફરી લીટરે ૧૫-૧૫ પૈસા ઘટાડો

કૂડના ભાવો પ્રતિ બેરલ વધીને ૭૩ ડોલરે પહોંચ્યા છે. છતાં ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડ્યા છે. બન્નેની કિંમતમાં પ્રતિ લીટર ૧૫-૧૫ પૈસા ઘટાડો કર્યો છે.

આ પૂર્વે પણ કિંમતોમાં ઘટાડો કરાયો હતો. જો કે ૩૧ ઓગષ્ટે ભાવમાં કોઇ ફેરફાર થયો ન હતો.

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ૧ લીટર પેટ્રોલના રૂ. ૧૦૧.૩૪ પૈસા અને ડિઝલના રૂ. ૯૬.૩૩ પૈસા છે. કોલકત્તામાં પણ પેટ્રોલનો ભાવ ૧૦૧.૭૨ પૈસા છે. ડીઝલ ૯૧.૮૦ પૈસા છે. અન્ય મહાનગરોમાં નીચે ભાવ રહ્યા છે.

(12:08 pm IST)